Rubina Dilaik work out:  ટીવીની પોપુલર એક્સટ્રેસ રૂબીના દિલૈક (Rubina Dilaik )સોશિયલ મીડિયા પર પોતાના ફિટ અને સેક્સી અંદાજથી બધાના મન મોહી રહી છે. એક્સટ્રેસે  ઈન્ટરનેટ પર  હોટ વિડીયો પોસ્ટ કર્યા છે. આ વીડિયોમાં ફિટ અને સેક્સી અંદાજમાં જોવા મળી રહી છે. રૂબીના   આ વિડીયોમાં જીમમાં વર્કઆઉટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેમના આ વિડિયોને ઘણા લોકો જોઈ રહ્યાં છે અને તેની ચર્ચા કરી રહ્યાં છે.



રૂબીના દિલૈક (Rubina Dilaik )તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો  પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે વાદળી રંગના જિમ વિયર પહેરીને જિમમાં પ્રવેશતી જોવા મળે છે. એન્ટ્રી લેતાની સાથે જ  ભારે વર્કઆઉટ કરવા લાગે છે. આ દરમિયાન તેના ચહેરા પરનું સ્મિત એ વાતનો પુરાવો છે કે તે વર્કઆઉટને કેટલો પ્રેમ કરે છે.


આ પોસ્ટ શેર કરતાં રૂબીના દિલૈકે કેપ્શનમાં લખ્યું, 'ડિયર ઓગસ્ટ! ફરી જન્મ લેવાની તૈયારી….’ અભિનેત્રીનો વિડીયો ચાહકોને ખૂબ જ પ્રેરણા આપી રહ્યો છે, જેના કારણે ખુશ યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં જોરદાર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.


રૂબીનાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'તમે ફિટનેસ ક્વીન છો.' બીજાએ લખ્યું, 'એક હી દિલ હૈ કિતના બાર જીતેગી આપ.' જ્યારે બીજાએ લખ્યું, 'બોસ લેડી અમને ફિટનેસના મુખ્ય લક્ષ્યો આપો. અન્ય ચાહકો પણ રૂબીનાના વખાણ કરતા હાર્ટ અને ફાયર ઇમોજી બનાવતા જોવા મળે છે.


ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની 'બોસ લેડી' અને 'બિગ બોસ 14'ની વિજેતા રૂબીના દિલાઈક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. આ સાથે તે પોતાની સુંદર તસવીરો અને વીડિયોથી ચાહકોનું દિલ જીતતી જોવા મળે છે.