Saif Ali Khan Viral Video: ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. જ્યારે આ સેલેબ્સ તેમની સામે આવે છે, ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. આવી સ્થિતિમાં, ચાહકો તેની સાથે ફોટો ક્લિક કરાવવા માટે બેતાબ બની જાય છે. પરંતુ ક્યારેક ચાહકોની આ ઉત્તેજના સ્ટાર્સ માટે સમસ્યા બની જાય છે. આવી જ એક ઘટના બોલિવૂડના છોટે નવાબ સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી.


ચાહકો તેની સાથે સેલ્ફી લેવા માટે પાછળ પાછળ દોડતા જોવા મળે છે. આ ઉતાવળમાં સૈફ અલી ખાનને એક પ્રશંસક દ્વારા ધક્કો મારવામાં આવે છે, પરંતુ તે પડવાથી પોતાને કાબૂમાં રાખે છે. આ પછી તેમનો સિક્યોરિટી ગાર્ડ તરત જ એક્શનમાં આવી જાય છે.


 






સેલ્ફી લેતી વખતે ચાહકે હદ વટાવી દીધી 


સૈફ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક મહિલા ફેન સેલ્ફી માટે સૈફને ફોલો કરે છે. આ દરમિયાન અભિનેતા પડતા પડતા બચી જાય છે.  ત્યારબાદ સૈફના બોડીગાર્ડે તેને પાછળ રહેવા માટે કહ્યું હતું.


જો કે, સૈફ અહીં પોતાનો ગુસ્સો ગુમાવતો નથી અને તે  મહિલા ફેનને કહે છે કે 'હું તમને પછી મળીશ.' આટલું કહીને તે પોતાની કારમાં બેસી ગયો. તમને જણાવી દઈએ કે આ વીડિયો એરપોર્ટ પાર્કિંગનો છે.


સૈફના વખાણ થઈ રહ્યા છે


સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેતાના આ હાવભાવના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે 'સૈફ અલી ખાન ભાઈ માશાઅલ્લાહ.' તો ઘણા યુઝર્સ તે ફેન પર ખૂબ ગુસ્સે પણ છે. અન્ય એક યુઝરે કહ્યું કે ફેન્સલેબ્સ પણ માણસો છે,  સેલ્ફી લેતા પહેલા તેમની પરવાનગી લો. 


સૈફ અલી ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા ટૂંક સમયમાં જુનિયર એનટીઆર સાથે ફિલ્મ દેવરામાં જોવા મળશે.