મુંબઇઃ ‘બાહુબલી’ ફેમ અને સુપરસ્ટાર પ્રભાસે તાજેતરમાં જ ફિલ્મ ‘આદિપુરુષ’નું પોસ્ટર લોન્ચ કર્યો હતો. ફિલ્મના પોસ્ટરથી ખુલાસો થયો હતો કે આ રામાયણથી પ્રેરિત છે. તેની પુષ્ટી આ સાથે જોડાયેલા નવા કાસ્ટ અને પાત્રોથી થઇ છે. વાસ્તવમાં મેકર્સે આજે જાહેરાત કરી હતી કે ફિલ્મમાં સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેના પાત્રનું નામ લંકેશ હશે.



રામાયણમાં લંકાના રાજા રાવણને લંકેશ પણ કહેતા હતા. સૈફ અલી ખાન આદિપુરુષમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે જ્યારે પ્રભાસ આદિપુરુષની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને ઓમ રાઉત ડિરેક્ટ કરી રહ્યા છે. ઓમ રાઉતે તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર ફિલ્મને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાને વિલનની ભૂમિકા નિભાવી હતી. જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. જેનાથી પ્રેરિત થઇને સૈફ અલી ખાનને આદિપુરુષમાં લંકેશનનું પાત્ર આપવામાં આવ્યું છે.

સાથે મેકર્સે સૈફ અલી ખાનનો પરિચય કરાવતા એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એ લખ્યું છે. તેના પર 10 માથાવાળા રાવણની ઝલક જોવા મળી રહી છે. આ વચ્ચે  શ્રીરામ ધનુષ પર તીર ચઢાવતા જોવા મળી રહ્યા છે. આ સાથે નીચે લખ્યું છે કે સૈફ અલી ખાન લંકેશનની ભૂમિકામાં.