પણ હવે સલમાન ખાને પોતાની ચેરિટી સંસ્થા બીઇંગ હ્યૂમનની જેમ બીઇંગ હેંગરી (હંગરી એટલે કે ભૂખ અને એન્ગરી એટલે ગુસ્સાને ભેગા કરીને બનાવેલો શબ્દ) નામની નવી પહેલ શરૂ કરી છે. આ પહેલા અંતર્ગત સલમાન ખાન તરફથી બે મિની ટ્રક દ્વારા જરૂરિયાતમંદોને રેશન પહોંચાડવાનુ કામ કરવામાં આવી રહ્યું છે.
સલમાન ખાનની આગામી ફિલ્મ રાધેની શૂટિંગ દરમિયાન યૂનિટના લોકો માટે ખાવાનુ પહોંચાડવા માટે વપરાતા ફૂડ ટ્રકને રેશન વહેંચવાના ટ્રકોમાં તબદીલ કરી દેવામાં આવ્યો છે, જે હવે મુંબઇના રસ્તાં પર ફરી ફરીને લોકોની મદદ કરી રહ્યો છે.
સલમાન ખાનની આ નવી પહેલ પર જ્યારે એબીપી ન્યૂઝે સલમાન ખાનના મેનેજર જૉડી પટેલ સાથે સંપર્ક કર્યો, તો તેમને કહ્યું કે, રાધેના શૂટિંગમાં જે ટ્રક ફૂડ યૂનિટ માટે વાપરવામાં આવતો હતો, તે હવે ગરીબોની જગ્યાઓએ જઇને રેશન વહેંચવામાં લગાવવામાં આવ્યો છે.
જૉડીએ એબીપી ન્યૂઝને જણાવ્યુ કે, આ ફૂડ ટ્રક ત્રણ-ચાર દિવસથી રેશન વહોંચવાના લાગમમાં લાગ્યો છે, અને અત્યાર સુધી મુંબઇના ખાર, સાંતુક્રૂજ, બ્રાંદ્રા, મસ્જિદ બંદર સહિતના વિસ્તારોમાં રેશન વહેંચી ચૂક્યો છે.
જૉડીએ જણાવ્યુ કે, રેશનના દરેક પેકેટમાં દાળ, ચોખા, લોટ, મીઠુ સહિતના પાયાની જરૂરિયાત વસ્તુઓ હોય છે, અને અત્યાર સુધી 2500 થી 3000 પેકેટ લોકોને વહેંચી ચૂકયા છે.