Salman Khan New Pic: સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઈગર 3 છે, જેને લઈને તે ખૂબ જ ચર્ચામાં છે. ચર્ચાનું કારણ સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો #Boycott Tiger 3 ટ્રેન્ડ છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આમિર ખાન, શાહરૂખ ખાન બાદ હવે સલમાન ખાનની ફિલ્મનો વિરોધ સોશિયલ મીડિયા પર ખૂબ જ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ દરમિયાન સલમાન ખાને એક એવી તસવીર શેર કરી છે જેના પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.


 






 લેહ-લદ્દાખ પહોંચ્યા ફેન્સ
સલમાન ખાન આ સમયે લેહ લદ્દાખ પહોંચી ગયો છે જ્યાંથી તેણે એક ખાસ તસવીર શેર કરી છે. તે બાઇકની પાસે ઉભેલો જોવા મળે છે પરંતુ તેનો લુક બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ તસવીરમાં સલમાન ખાન ખૂબ જ મોટા વાળમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે એવું લાગે છે કે તે ટાઈગર 3ના શૂટિંગ માટે જ લેહ લદ્દાખ પહોંચ્યો છે.  આ ફોટો શેર કરીને તેણે કહ્યું કે તેને બોયકોટ ટાઈગર 3ની પરવા નથી.


#Boycott Tiger 3 સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ 
રક્ષાબંધન, લાલ સિંહ ચઢ્ઢા અને પઠાણ બાદ હવે સોશિયલ મીડિયા પર સલમાન ખાનની ટાઈગર 3નો બહિષ્કાર કરવાની વાતો ચાલી રહી છે. આ અંગે અનેક ટ્વિટ વાયરલ થઈ રહી છે. જેના કારણે બી ટાઉનના સેલેબ્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. બોલિવૂડમાં લાંબા સમયથી બહિષ્કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેના પર સેલેબ્સ અને એક્ટર્સે નારાજગી વ્યક્ત કરી છે. હાલમાં જ જ્યારે અર્જુન કપૂરે આ અંગે વાત કરી તો હવે તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની પણ વાત કરવામાં આવી રહી છે.


સની લિયોનનું દર્દ છલકાયું


અભિનેત્રી સની લિયોને બોલિવૂડમાં તેના જીવનમાં એક નવો અધ્યાય શરુ કર્યાને એક દાયકા જેટલો સમય વિતી ચુક્યો છે. પરંતુ એવા દિવસો આવે છે જ્યારે તેનું પાછલું જીવન તેને દર્દ અને દુઃખ આપવા માટે પાછું આવે છે. જો કે, સની લિયોન કહે છે કે તે આ બધાથી પરેશાન ના થવાનું શીખી ગઈ છે. પશ્ચિમના એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી છોડીને, લિયોને પૂજા ભટ્ટની ફિલ્મ 'જિસ્મ 2' સાથે તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી.


સની લિયોને 2012માં બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યોઃ


સની લિયોને પોતાની બોલીવુડ સફર અંગે વાત કરતાં કહ્યું કે, “2012માં બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશનાર વ્યક્તિની તુલનામાં, હું સંપૂર્ણપણે અલગ વ્યક્તિ હતી. મને અહીં જે કરવાનું મળ્યું છે તે તમામ બાબતો માટે હું ખુશ છું. મને ઘણા સારા વિકલ્પો અને ઘણા ખરાબ વિકલ્પો પણ મળ્યા છે. સનીએ આગળ કહ્યું, "પરંતુ તે ખરાબ પસંદગીઓમાંથી સારી વસ્તુઓ આવી અને ઘણું શીખ્યું. 


આજે પણ કેટલાક લોકો મારી સાથે કામ કરવા નથી ઈચ્છતાઃ