મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના લગ્નને લઇને ફરી એકવાર ચર્ચા શરૂ થઇ ગઇ છે. સલમાન ખાને પોતાના લગ્નની તારીખ જણાવી દીધી છે. સલમાન સાનિયા મિર્જાની આત્મકથા 'એસ અગેન્સ્ટ ઓડ્સ' કાર્યક્રમમાં હાજર રહ્યો હતો, અહીં આ વાતનો ખુલાસો થયો હતો.
17 જુલાઇ, રવિવારના દિવસે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ પોતાની આત્મકથા 'એસ અગેન્સ્ટ ઓડ્સ'નુ વિમોચન કર્યુ હતુ. આ પ્રસંગે બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન હાજર રહ્યો હતો. અહીં સાનિયા મિર્જાએ સલમાનને ફરી એકવાર તેમના લગ્નના ટાંકીને સવાલ કર્યો હતો, સલમાન ખાને સાનિયાને પોતાના લગ્નની તારીખ જણાવી હતી. સલમાને લગ્ન માટે 18 નવેમ્બરેની તારીખ કહી હતી, જોકે, તારીખની સાથે વર્ષનો ઉલ્લેખ ન હતો કર્યો એટલે આ વાત ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.
વર્ષોથી ખુદ એકલા અને લગ્નના ઈરાદાને લઈને કરવામાં આવી રહેલા સવાલોથી દૂર ભાગી રહેલા સલમાન ખાન એ સમયે સમસ્યામાં પડી ગયો જ્યારે રવિવારે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આ જ સવાલ પુછી લીધો. જો કે સાનિયા મિર્ઝાએ આ સવાલ સલમાન ખાનથી ત્યારે પુછ્યો હતો જ્યારે તે સાનિયાની આત્મકથા એસ અગેન્સ્ટ ઓડ્સના વિમોચન સમારોહમાં હાજર થયો હતો. સલમાને પોતાની લગ્નની 18 નવેમબર જણાવી હતી.
સલમાન ખાને પોતાની લગ્નની તારીખ જાહેર કરી, સાનિયા મિર્ઝાને કેમ જણાવી આ તારીખ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2020 11:08 AM (IST)
સલમાન ખાને પોતાના લગ્નની તારીખ જણાવી દીધી છે. સલમાન સાનિયા મિર્જાની આત્મકથા 'એસ અગેન્સ્ટ ઓડ્સ' કાર્યક્રમમાં હાજર રહ્યો હતો, અહીં આ વાતનો ખુલાસો થયો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -