Samrat Prithviraj Box Office Collection: અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' એ તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ રીલિઝ થયાના બે દિવસમાં સારી એવી કમાણી કરી છે. આ ફિલ્મ દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહી છે.






બીજા દિવસે 12.60 કરોડનું કલેક્શન થયું


ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના ટ્વિટ અનુસાર, અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'એ બીજા દિવસે લગભગ 12.60 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે પ્રથમ દિવસે 10.70 કરોડનું કલેક્શન થયું હતું. આ રીતે આ ફિલ્મ માત્ર બે દિવસમાં 23.30 કરોડનું કલેક્શન કરવામાં સફળ રહી છે.


 આ વર્ષે બનેલી ત્રીજી મોટી ઓપનિંગ ફિલ્મ


અક્ષય કુમારની આ ફિલ્મ રિલીઝ સાથે વર્ષની ત્રીજી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના ટ્વીટ અનુસાર, કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા'એ પહેલા દિવસે 14.11 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા નંબરે 'બચ્ચન પાંડે' છે. ફિલ્મે શરૂઆતના દિવસે લગભગ 13.25 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે 'સમ્રાટ પૃથ્વીરાજ' 10.70 કરોડના કલેક્શન સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ચોથા નંબર પર છે. ફિલ્મે શરૂઆતના દિવસે 10.50 કરોડનું કલેક્શન કર્યું હતું.


આ રાજ્યોમાં ટેક્સ ફ્રી


આ ફિલ્મમાં અક્ષય કુમારે પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવી હતી. જ્યારે 'મિસ વર્લ્ડ 2017' માનુષી છિલ્લરે આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી મારી છે. ફિલ્મનું નિર્દેશન લેખક-ફિલ્મ નિર્માતા ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. 'સમ્રાટ પૃથ્વીરાજ'માં સંજય દત્ત અને સોનુ સૂદ પણ મહત્વના રોલમાં છે. યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શનની આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. તેને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.