Singer KK Death Reason: કેકે (KK) ના નામથી જાણીતા સિંગર કૃષ્ણકુમાર કુન્નથ (Krishnakumar kunnath)નો છેલ્લો પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ અને ઓટૉપ્સી શનિવારે કોલકત્તા પોલીસને સોંપી દેવામાં આવી છે. બન્ને રિપોર્ટ્સમાં ગાયકના મોતનુ કારણ તરીકે 'માયકાર્ડિયલ ઇન્ફાક્રશન'નો હવાલો આપવામાં આવ્યો છે. અંતિમ પૉસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, કૉલેસ્ટ્રૉલના સંચયે ઇન્ટ્રામસ્ક્યૂલર ધમનીને મહદઅંશે સંકુચિત કરી દીધી, જે કારણે હ્રદય દ્વારા રક્તની પમ્પિંગ પ્રભાવિત થઇ ગઇ. કોરોનરી ધમનીમાં પણ અટકાયતો હતી.
કોલકત્તા પોલીસના સુત્રો અનુસાર, તેને અકુદરતી મોતના સંબંધમાં પ્રાથમિકી નોંધાવીને તપાસ શરૂ કરી દીધી છે. એક અધિકારીએ નામ જાહેર ના કરવાની શરત પર કહ્યું કે, પરંતુ પ્રાથમિક અને અંતિમ પૉસ્ટમોર્ટમ રિપોર્ટની સાથે સાથે રાસાયણિક વિશ્લેષણ રિપોર્ટ બાદ હવે અકુદરતી મોતના સિદ્ધાંતથી ઇનકાર કરી શકાય છે.
સંકેતોને નજર અંદાજ કર્યા -
મંગળવારની સાંજે દક્ષિણ કોલકત્તાના નજરૂલ મંચમાં તેનો અંતિમ શૉ હતો, કેકેએ ઘણીવાર બેચેનીની ફરિયાદ કરી હતી, અને અહીં સુધી કે આરામ કરવા માટે બેકસ્ટેજ ટૉયલેટ પણ ગયો હતો. ડૉક્ટરોને લાગે છે કે આવનારા ખતરાના સુક્ષ્મ સંકેત હતા, જેને કેકે સહિત ત્યાં હાજર લોકોએ કદાચ નજરઅંદાજ કરી દીધા. જો કેકેને યોગ્ય સમય પર નજીકની હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હોત તો તેના દુર્ભાગ્ય અંતથી બચવાનની સંભાવના હતી.
આ પણ વાંચો.....
Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત
CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે