Samrat Prithviraj: બોલીવુડ એક્ટર અક્ષય કુમાર હાલ પોતાની આગામી ફિલ્મ "સમ્રાટ પૃથ્વીરાજ"ને લઈ ઘણો ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય પૃથ્વીરાજ ચૌહાણના લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે, 3 જુનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જેને લઈ હાલ અક્ષય કુમાર ફિલ્મના પ્રમોશનમાં ઘણો વ્યસ્ત જોવા મળી રહ્યો છે.
ત્યારે હવે અક્ષયે આપેલા એક ઈન્ટરવ્યુથી હેડલાઈન બની રહી છે. જેને લઈને અક્ષયે ટ્રોલ પણ થવું પડી રહ્યું છે. વાત એમ છે કે, પોતાની ફિલ્મને લઈ અક્ષયે ANIને ઈન્ટરવ્યું આફ્યું હતુ જેમાં અક્ષય કુમારને ભારતના હિન્દુ રાજાઓ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં અક્ષયે કહ્યું કે, આપણને ઈતિહાસના પુસ્તકોમાં ફક્ત મુગલો વિશે ભણાવવામાં આવ્યું છે, અને હિન્દુ રાજાઓ જેવા કે મહારાણા પ્રતાપ અને પૃથ્વીરાજ ચૌહાણ વિશે વધુ નથી ભણાવવામાં આવ્યું.
ટ્રોલિંગનો સામનો કરવો પડ્યોઃ
અક્ષય પોતાના આ નિવેદનને લઈ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે એક યુઝરે ટ્વીટ કરીને અક્ષય કુમારની 'ધ કપિલ શર્મા શો'ની એક વીડિયો ક્લિપ શેર કરી છે. આ ક્લિપમાં અક્ષય કુમાર કઈ રહ્યો છે કે, તે પહેલા ધોરણથી લઈને દસમા ધોરણ સુદી 3 વખત ફેલ થઈ ચુક્યો છે.
અન્ય એક ટ્વીટર યુઝરે આ વીડિયો શેર કરતાં લખ્યું કે, - સમ્રાટ સ્વયં પહેલા થી દસમા ધોરણ સુધી પહોંચતા ત્રણ વખત ફેલ થયા છે. જોજો ઈતિહાસના વિષયમાં જ ફેલ ના થયા હોય?
આ પણ વાંચોઃ