Sana Khan Anas Saiyad Become New Parents : સના ખાન અને અનસ સૈયદ માતા-પિતા બની ગયા છે, તાજા અપડેટ પ્રમાણે, સના ખાન અને અનસ સૈયદના ઘરે એક ચાંદ જેવો દીકરો જન્મ્યો છે. સનાએ ખુદ આ ખુશખબરી પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાના ફેન્સને ખુશખબર આપી છે. આવામાં આ ખુશખબર સાંભળીને સનાના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. સનાએ પોતાના બાળકના જન્મની ખુશી ખૂબ જ રસપ્રદ રીતે વ્યક્ત કરી હતી.


ખુશીઓએ સના ખાનના ઘરે મારી એન્ટ્રી -
સના ખાને એક પૉસ્ટ શેર કરી છે જેમાં તેને ત્રણ હથેળીઓનો ફોટો શેર કર્યો છે. તસવીર જોઈને સમજાયું કે સનાના ઘરે ગુડ ન્યૂઝની એન્ટ્રી થઇ છે. પૉસ્ટમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં બેકગ્રાઉન્ડમાં આયત પઢવાનો અવાજ આવી રહ્યો છે. સનાના વીડિયોમાં લખ્યું હતું- 'અલ્લાહ તાલાએ મુકદ્દરમાં લખ્યું, પછી તેને પૂર્ણ કર્યું અને સરળ બનાવ્યું. અને જ્યારે અલ્લાહ આપે છે, ત્યારે તે આનંદ અને ખુશીથી આપે છે. તેથી અલ્લાહ તાલાએ અમને દીકરો આપ્યો.'




શું બોલ્યા સના ખાન અને અનસ સૈયદ - 
દીકરાનો જન્મ થયા બાદ અનસ અને સનાએ તેમના ફેન્સ માટે પૉસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું- 'આશા છે કે અલ્લાહ અમને આવનારા દિવસોમાં અમારા કરતા વધુ સારા બનાવે, જેથી અમે અમારા બાળકનો સારી રીતે ઉછેર કરી શકીએ. તેને વધુ સારું બનાવવા માટે તે અલ્લાહનો વિશ્વાસ છે. તમારી પ્રાર્થના અને પ્રેમ માટે આપ સૌનો આભાર.


હજ કરવા ગયા હતા અનસ સૈયદ - 
અનજ સૈયદ હજ પર ગયો હતો, પત્ની સના મક્કાથી પતિ ક્યારે આવશે તેની રાહ જોઈ રહી હતી. આવામાં સનાએ તેના પતિના સ્વાગત માટે ઉત્તમ વ્યવસ્થા કરી હતી. હજ પછી આવવાની ખુશીમાં સનાએ આખા ઘરને સજાવ્યું હતું. ત્યારે જ અનસ અને સનાને આ સારા સમાચાર મળ્યા.


 




-