શ્વાસ લેવામાં તકલીફ પડતા સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Aug 2020 10:38 PM (IST)
શ્વાસ લેવામાં તકલીફ પડતા બોલિવૂડ અભિનેતા સંજય દત્તને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આજે સાંજે 4 વાગ્યે દાખલ કરાયા છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આજે સાંજે 4 વાગ્યે દાખલ કરાયા છે. રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ દ્વારા તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. તેમનો સ્વેબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. જેનાથી ખબર પડશે કે તેઓ કોરોનાથી સંક્રમિત છે કે નહીં. લીલાવતી હોસ્પિટલની ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ.વી. રવિશંકેર એબીપી ન્યૂઝને જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ કરતી વખતે સંજય દત્તનું ઓક્સીજન લેવલ વધ-ઘટ થઈ રહ્યું હતું. હાલમાં તેમની તબીયત સામાન્ય છે અને ચિંતા જેવી કોઈ વાત નથી.