મુંબઇઃ દેશમાં ચાલી રહેલા 21 દિવસના લૉકડાઉનથી હવે લોકો કંટાળી ગયા છે, ઘરમાં રહીને લોકોને કઇ રીતે ખુશ રહેવુ અને આનંદ ઉઠાવવો તે માટે બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સારા અલી ખાને લોકોને ખાસ ટિપ્સ આપતો વીડિયો શેર કર્યો છે. પોતાની બોરિયત હટાવવા માટે હીરોઇને ખાસ કીમીયો બતાવ્યો છે.



સારા અલી ખાને લૉકડાઉનમાં પોતાના ફેન્સને કંટાળો અને બોરિયત કેવી રીતે દુર કરવા તે માટે ટિપ્સ આપી છે, ખાસ કરીને સોમવાર માટે.



પોતાના ઇન્સ્ટાગ્રામ પર સારાએ થ્રૉ બેક ડાન્સનુ રિહર્સલ વીડિયો પૉસ્ટ કર્યો છે, આ દરમિયાન હીરોઇન પોએટિક મૂડમાં દેખાઇ રહી હતી, અને કેપ્શનમાં આપેલી તેની સલાહમાં પણ તર્કબંધી હતી.



તેને લખ્યુ સોમવારની પ્રેરણા, સારાના સૂચનો, ડાન્સ એડિશન... કોઇપણ છેલ્લી એડિશનને ફરીથી જુઓ. રિયાઝ, ટ્રેનિંગ અને વારંવાર જુઓ... આ બધાનુ પરિણામ મળશે.. અને નિશ્ચિત રીતે, મને આને ઉલ્લેખ કરવો જોઇએ કે ક્વૉરન્ટાઇનની સ્થિતિમાં કોઇપય દિનચર્ચા તમારી મદદ કરશે.