Sayani Gupta On Intimate Scenes: બોલિવૂડ હોય કે ઓટીટીની દુનિયા આજકાલ ઘણા બધા ઈન્ટીમેટ સીન પીરસવામાં આવે છે. ઘણી અભિનેત્રીઓએ ફિલ્મો અને વેબ સીરીઝમાં તેમના અંતરંગ દ્રશ્યો અથવા કિસિંગ સીન વિશે તેમના અનુભવો શેર કર્યા છે. હાલમાં જ અભિનેત્રી સયાની ગુપ્તાએ પણ આ અંગે વાત કરી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે એકવાર તેના એક કો-એક્ટરે ઈન્ટીમેટ સીન દરમિયાન તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
રેડિયો નશા સાથેના તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન સયાની ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે એક સીન દરમિયાન તેનો કો-એક્ટર કટ બોલ્યા પછી પણ તેને કિસ કરતો રહ્યો. અભિનેત્રીએ કહ્યું- 'ઘણા લોકો આ (ઇન્ટિમેટ સીન)નો ફાયદો ઉઠાવે છે અને હું એવી પરિસ્થિતિમાં હતી તે જ્યાં એક અભિનેતાએ કટ બોલ્યા બાદ પણ મને કિસ કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ આ અયોગ્ય વર્તન હતું.
'ટૂંકા ડ્રેસમાં બીચ પર રેતી પર સૂવું પડ્યું'
આ સમય દરમિયાન સયાનીએ બીજી ઘટના કહી જ્યારે તે અસ્વસ્થ થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે તે ગોવામાં 'ફોર મોર શોટ્સ પ્લીઝ'ની પહેલી સીઝનનું શૂટિંગ કરી રહી હતી. ત્યારબાદ એક સીન દરમિયાન તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તે કહે છે- 'મારે ટૂંકા ડ્રેસમાં દરિયા કિનારે રેતી પર સૂવું પડ્યું અને મારી સામે ક્રૂ સહિત લગભગ 70 લોકો હતા. હું તે સમયે ખૂબ જ અસુરક્ષિત મહેસૂસ કરી રહી હતી, કારણ કે મારી સામે રેતીની નજીક લગભગ 70 માણસો હતા. સેટ પર મારી બાજુમાં એક પણ વ્યક્તિ નહોતો, બહુ સ્ટાફ પણ નહોતો.
અભિનેત્રી શાલ માટે પરેશાન રહી
સયાનીએ આગળ કહ્યું- 'થોડા સમય પહેલાની વાત છે, ત્યાં વધારે સ્ટાફ નહોતો. તે દિવસે ત્યાં 800 એક્સટ્રા કલાકાર હતા અને મને લાગ્યું કે મારે ત્યાં શાલ સાથે માત્ર એક વ્યક્તિની જરૂર છે. ઘણી વખત આવું થાય છે કારણ કે અમે ઉતાવળમાં શૂટ કર્યું હતું કોઈની સુરક્ષા એ આપણા મગજમાં અંતિમ હોય છે. તે જરુરી નથી કે તે એક ઈન્ટીમેટ સીન છે, પરંતુ ક્યારેક ક્યારેય તમારી લિમિટ સાથે ચેડા કરવામાં આવે છે, જે એક સામાન્ય માનસિક્તા છે જેને યોગ્ય કરવાની જરુર છે.