રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં આવતીકાલે થશે સુનાવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Sep 2020 04:37 PM (IST)
ડ્રગ્સ મામલામાં રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે
મુંબઇઃ ડ્રગ્સ મામલામાં રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. રિયાના વકીલ સતીશ માનેશિંદેએ આ વાતની જાણકારી આપી હતી. રિયા સિવાય તેના ભાઇ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર પણ આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. આજે રિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ભાયખલા જેલ મોકલી દેવામાં આવી હતી. રિયાના એનડીપીએસ એક્ટની કલમ 16/20 હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને હવે 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. નોંધનીય છે કે ગઇકાલે ડ્રગ્સ મામલામાં એનસીબીએ રિયાની ધરપકડ કરી હતી.