મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ચાલી રહેલી સીબીઆઇ, એનસીબી અને ઇડીની તપાસ વચ્ચે હવે શિવસેના અને કંગના રનૌત આમને સામને આવી ગઇ છે. બન્ને વચ્ચે શાબ્દિક જંગ છેડાઇ ગયો છે. આ મામલે શિવસેનાના મુખપત્ર સામનામાં આજે એક મોટો લેખ લખવામાં આવ્યો છે, જેમાં કંગના અને કેન્દ્ર સરકારને આડે હાથે લીધી છે.

સામનામાં કંગનાના નિવેદનને મુમ્બા દેવી સાથે જોડી દીધુ છે, શિવસેનાએ સામનામાં લખ્યું કે મુંબઇ મુંબાઇ દેવીની પ્રસાદ છે, આને મુંબઇ માટે 106 મરાઠી લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે શિવસેનાના અખબાર સામનાના સંપાદક સાંસદ સંજય રાઉત છે, જેની સાથે છેલ્લા થોડાક દિવસોથી કંગના સામે શાબ્દિક વૉર ચાલી રહ્યું છે.

શિવસેનાએ કંગનાને ઝાટકતા લખ્યું કે કંગનાની માનસિકતા બગડી ગઇ છે. સામનામાં શિવસેનાએ મુંબઇની તુલના પાક અધિકૃત કાશ્મીર સાથે કરી હતી. સામનામાં લખ્યું- મુંબઇ કોણી? આ સવાલ કોઇ ના પુછે, મુંબઇ મહારાષ્ટ્રની રાજધાની તો છે જ, પરંતુ દેશની સૌથી મોટુ આર્થિક લેવડદેવડનુ કેન્દ્ર પણ છે. મુંબઇ ઇમાનથી રહેનારા બધાની છે, હિન્દુસ્તાનની છે.આ પહેલા છત્રપતિ શિવાજી મહારાજની છે.એટલા માટે આની મુંબઇની સરખામણી પાક અધિકૃત કાશ્મીર કરવી બગડેલી માનસિતા દર્શાવે છે.

સામનામાં કંગના રનૌતની સાથે સાથે કેન્દ્ર સરકારને પણ આડેહાથે લેવામાં આવી છે. કંગનાને Y+ સુરક્ષા આપવા મામલે મોદી સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે. સામનામાં શિવસેનાએ લખ્યું- મહારાષ્ટ્રની 11 કરોડ મરાઠી જનતા અને મુંબઇનુ અપમાન એટલે દેશદ્રોહ જેવો ગુનો પ્રતિત થાય છે. પરંતુ જ્યારે આવો અપરાધ કરનારા લોકોની સાથે દેશભક્ત મોદી સરકારનુ ગૃહ મંત્રાલય સુરક્ષા કવચ આપીને ઉભુ થાય છે, ત્યારે અમારા 106 શહીદ સ્વર્ગમાં આસુ વહાવી રહ્યાં હશે.

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત આજે 9મી સપ્ટેમ્બરે મુંબઇ આવવાની છે, શિવસેના નેતા સંજય રાઉતે કંગનાને મુંબઇમાં ના આવવાની ધમકી આપી હતી.