Happy Birthday Salman Khan: સલમાન ખાન આજે એટલે કે 27મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે સોમવારે રાત્રે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી સલમાનની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે રાખવામાં આવી હતી જ્યાં સલમાને મીડિયા સાથે કેક પણ કાપી હતી. આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સનો જમાવડો હતો. પાર્ટીમાં સોનાક્ષી સિન્હાથી લઈને કાર્તિક આર્યન પહોંચ્યા હતા. શાહરુખ ખાન પણ  સલમાનની પાર્ટીમાં હાજર રહ્યો હતો. શાહરૂખ અને સલમાન માત્ર ખાસ પ્રસંગોએ સાથે દેખાય છે. સેલિબ્રેશન પછી બંને મીડિયાની સામે આવ્યા અને પોઝ આપ્યા.


શાહરુખ સલમાનને ભેટી પડ્યો


શાહરૂખ અને સલમાન વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. મોડી રાત્રે શાહરૂખ પાર્ટીનો ભાગ બન્યો હતો. તે કારમાંથી નીચે ઉતરી સીધો ઘરની અંદર ગયો હતો. પાપારાજીએ તેને રોકવાની કોશિશ કરી હતી પરંતુ તે કારમાંથી ઉતરી સીધો સલમાન ખાનના ઘરમાં જતો રહ્યો હતો. બાદમાં જ્યારે શાહરૂખ પાર્ટીમાંથી બહાર નીકળવા લાગ્યો ત્યારે સલમાન ખુદ તેને જોવા માટે બહાર આવ્યો હતો. શાહરૂખ અને સલમાન ગેટ પર ગળે મળ્યા હતા. જ્યારે પાપારાઝીએ બંનેને તસવીરો માટે કહ્યું ત્યારે બંને આગળ આવ્યા અને તસવીરો ક્લિક કરાવી હતી.






 


સલમાન શાહરુખ ખાનને બહાર સુધી મૂકવા આવ્યો હતો


મીડિયા માટે પોઝ આપતા સમયે શાહરૂખ અને સલમાને એકબીજાને ગળે લગાવ્યા હતા. ત્યારબાદ શાહરૂખ કારમાં બેસી જાય છે અને સલમાન કારનો દરવાજો બંધ કરી દે છે. લુક્સની વાત કરીએ તો બંને એક્ટર્સ બ્લેક લૂકમાં જોવા મળ્યા હતા. શાહરૂખ અને સલમાનને લાંબા સમય પછી એકસાથે જોવા માટે ચાહકો ઉત્સાહિત હતા.






શાહરૂખ-સલમાન સ્ક્રીન પર સાથે જોવા મળશે


જણાવી દઈએ કે આગામી દિવસોમાં શાહરૂખ અને સલમાન એકબીજાની ફિલ્મોમાં કેમિયો કરતા જોવા મળશે. શાહરૂખ ખાનની 'પઠાણ' આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન પણ નાના રોલમાં જોવા મળશે. આ સાથે શાહરૂખ ખાન 'ટાઈગર 3'માં કેમિયો રોલમાં જોવા મળશે.