G20 Summit 2023: ભારતમાં G20 સમિટના સફળ આયોજનને કારણે આ સમયે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. આ અંગે હવે બોલિવૂડના પઠાણ એટલે કે શાહરૂખ ખાને પણ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમિટની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

શાહરૂખ ખાને પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા 

 

શાહરૂખ ખાને તેના એકાઉન્ટ X (અગાઉ ટ્વિટર) દ્વારા પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. જ્યાં તેમણે લખ્યું, હું PM નરેન્દ્ર મોદીને ભારતના G20 પ્રમુખપદની સફળતા માટે અને વિશ્વના લોકોના સારા ભવિષ્ય માટે રાષ્ટ્રો વચ્ચે એકતાને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન આપું છું. તેનાથી દરેક ભારતીયના હૃદયમાં આદર અને ગર્વની લાગણી જન્મી છે.

 

 





તમારા નેતૃત્વમાં અમે એકતામાં સમૃદ્ધ થઈશું - શાહરૂખ ખાન

 

શાહરૂખ ખાને પોતાના ટ્વીટમાં એમ પણ લખ્યું કે, સર, તમારા નેતૃત્વમાં અમે એકલતામાં નહીં પરંતુ એકતામાં આગળ વધીશું...One Earth, One Family, One Future..." તમને જણાવી દઈએ કે, 9 અને 10 તારીખે આયોજિત આ સમિટ વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. હવે તેના ફેન્સ શાહરૂખ ખાનની આ પોસ્ટના ખૂબ વખાણ કરી રહ્યા છે.

 

શાહરૂખ ખાન 'જવાન' ફિલ્મને લઈને હાલમાં ચર્ચામાં છે

 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં શાહરૂખ ખાન તેની ફિલ્મ 'જવાન'ની સુપર સક્સેસનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી લીધી છે. ફિલ્મે પહેલા દિવસે જ 65 કરોડ રૂપિયાની કમાણી કરીને શાનદાર ઓપનિંગ કરી હતી. Sacnilk અનુસાર, આ ફિલ્મ પહેલા રવિવારે એટલે કે તેની રિલીઝના ચોથા દિવસે 80 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. જે બાદ તેનું કુલ કલેક્શન 282.73 રૂપિયા થઈ જશે. તમને જણાવી દઈએ કે 'જવાન'એ 'ગદર 2' અને 'પઠાણ'ના ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.