Shah Rukh Khan Ask SRK Session: સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ પઠાણના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. દરમિયાન, શનિવારે શાહરૂખે ટ્વિટર પર આસ્ક મી એનિથિંગ (#AsKSRK ) સેશન કર્યું, જેમાં ચાહકોએ તેને ઘણા પ્રશ્નો પૂછ્યા. સાથે જ શાહરૂખ ખાને ફની જવાબ આપીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.


ફેન્સને મળવા મન્નતની બહાર કેમ ન આવ્યો શાહરૂખ  ?


આસ્ક મી એનિથિંગ (#AsKSRK )સેશન દરમિયાન, એક યુઝરે પૂછ્યું કે તે મન્નતની બહાર તેની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તે તેને મળવા બહાર આવ્યો ન હતો. આ સવાલનો શાહરૂખ ખાને શાનદાર જવાબ આપ્યો છે. ફેને મન્નતની બહાર તેની ક્લિક કરેલી સેલ્ફી પોસ્ટ કરી અને શાહરૂખને પૂછ્યું કે 'હું રાહ જોઈ રહ્યો હતો'. તમે બહાર કેમ ન આવ્યા? તેના જવાબમાં અભિનેતાએ લખ્યું, 'હું આળસ અનુભવી રહ્યો છું. મારે બેડ પર આરામ કરવા ઈચ્છુ છુ, યાર.'




શાહરૂખે કાર્ગો પેન્ટ પહેરવાનું રહસ્ય જણાવ્યું


અન્ય એક ચાહકે શાહરૂખ ખાનને પૂછ્યું કે તમે હંમેશા કાર્ગો પેન્ટ કેમ પહેરો છો ? તેના જવાબમાં અભિનેતાએ કહ્યું, 'તેના ખિસ્સા વધુ છે. દુનિયાને રાખવા માટે પૂરતી જગ્યા છે'. એક યુઝરે શાહરૂખ ખાનને પૂછ્યું કે સર આ વખતે કપિલ શર્મા શોમાં નથી આવી રહ્યા ? આના પર અભિનેતાએ જવાબ આપ્યો, 'ભાઈ, હું સીધો મૂવી હોલમાં આવીશ અને ત્યાં મળીશ'.




શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ક્યારે રિલીઝ થશે?


ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા એટલે કે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે. આમાં શાહરૂખ ખાન સિવાય જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ અને ડિમ્પલ કાપડિયા જેવા સ્ટાર્સ જોવા મળશે. 'પઠાણ'નું નિર્દેશન 'વોર' ફેમ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કર્યું છે. શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. જોકે, આ દરમિયાન શાહરૂખ ખાને 'બ્રહ્માસ્ત્ર' અને 'રોકેટ્રી જેવી ફિલ્મોમાં કેમિયો કર્યો હતો.