Shah Rukh Khan Health Update:   બોલિવૂડના કિંગ પ્રિન્સ શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશનના કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાહરૂખ ખાનને બપોરે 2 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ સુધી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. તેમની હાલત જાણવા માટે અનેક મોટી હસ્તીઓ હોસ્પિટલ પહોંચી છે.


 






ઘણા મીડિયા હાઉસે કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાના અહેવાલ આપ્યા છે, પરંતુ એબીપી ન્યૂઝને મળેવી માહિતી અનુસાર કિંગ ખાનને હજુ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી.


જુહી ચાવલા પણ હોસ્પિટલ પહોંચી 
શાહરૂખ ખાનની હાલત જાણવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પત્ની ગૌરી ખાન પણ તેની હાલત જાણવા હોસ્પિટલ પહોંચી છે. બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા પણ કિંગ ખાનને મળવા પતિ જય મહેતા સાથે હોસ્પિટલ પહોંચી છે. શાહરૂખ ખાનને મળ્યા બાદ અભિનેત્રી પરત ફરી છે. તેનો હોસ્પિટલમાં બહાર નિકળતા સમયનો વીડિયો પણ સામે આવ્યો છે.


 






કિંગ ખાન કેકેઆરને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં ગયો હતો
મંગળવારે KKR-SRH વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આવી સ્થિતિમાં શાહરૂખ ખાન પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. તે પુત્ર અબરામ અને પુત્રી સુહાના ખાન સાથે ટીમને ચીયર-અપ કરતો જોવા મળ્યો હતો. આ પછી સમાચાર આવ્યા કે અભિનેતા ડિહાઇડ્રેશનથી પીડાઈ રહ્યો છે જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.


ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે અભિનેતા
વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન હવે ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે. આ ફિલ્મમાં દર્શકોને તેનો ડોન અવતાર જોવા મળશે. અભિનેતા છેલ્લે ફિલ્મ 'ડંકી'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે રીલિઝ થઈ હતી અને ઘણી હિટ સાબિત થઈ હતી.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial