Jawan OTT: બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાને પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન'થી દુનિયાભરમાં તહેલકો મચાવી દીધો છે. 7મી સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ'જવાન'ની કમાણી બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. શાહરુખ ખાનની આ ફિલ્મે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. હાલમાં જ એટલીની મલ્ટીસ્ટારર ફિલ્મે 1100 કરોડનો આંકડો પાર કરીને નવો ઈતિહાસ રચ્યો છે.
જન્મદિવસ પર ભેટ આપશે
હવે, થિયેટરોમાં તહેલકો મચાવ્યા બાદ હવે OTT પર પણ દસ્તક આપવા માટે ફિલ્મ જવાન તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખની આ ફિલ્મ નેટફ્લિક્સ પર 2 નવેમ્બરે રિલીઝ થશે. એવા અહેવાલો છે કે શાહરૂખ ખાન તેના જન્મદિવસ પર તેના ચાહકોને આ ગોલ્ડન ગિફ્ટ આપવા જઈ રહ્યો છે.
કરોડો રુપિયામાં રાઈટ્સ વેચાયા
તમને જણાવી દઈએ કે જવાને Netflix સાથે જવાનના OTT રાઈટ્સને લઈને કરોડોની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. અહેવાલો અનુસાર, જવાનના OTT અધિકારો 250 કરોડ રૂપિયામાં વેચાયા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
જવાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા
બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કર્યા બાદ તેના OTT રાઈટ્સ પણ કરોડોમાં વેચાઈ ગયા છે. જે બાદ ફિલ્મનો નફો ઘણો સારો થવાનો છે અને આ ફિલ્મ લાંબા સમય સુધી થિયેટરમાં રહેવાની છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની જવાન પહેલી હિન્દી ફિલ્મ બની છે જેણે 1100 કરોડનો આંકડો પાર કર્યો છે.
સ્ટારકાસ્ટ ફી
સ્ટારકાસ્ટની ફીની વાત કરીએ તો ફિલ્મના હીરો શાહરૂખ ખાને 100 કરોડ રૂપિયાની જંગી ફી લીધી છે. આ સિવાય એવા પણ અહેવાલ છે કે અભિનેતાને ફિલ્મમાં થયેલા નફાના 60 ટકા પણ મળશે. જ્યારે નયનતારાની ફી 11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બોલીવૂડના કિંગ શાહરુખ ખાનની આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. પ્રથમ દિવસથી જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર કમાણી કરી રહી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial