Pathaan Release To 22 March On OTT Platform: શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત 'પઠાણ' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યાં બાદ હવે OTT પર પણ ધમાકો કરવા માટે તૈયાર છે. OTT પ્લેટફોર્મ પર મૂવી જોવાનું પસંદ કરતા તમામ દર્શકો ફિલ્મ 'પઠાણ' રિલીઝ થયા બાદથી જ તેની રાહ જોઈ રહ્યા હતા. હવે આ દર્શકોની રાહ 22 માર્ચે પૂરી થવા જઈ રહી છે. જી હા કારણ કે આ જ દિવસે ફિલ્મ પઠાણ OTT પર રિલીઝ થનારી છે. ત્યારે કુરશીની પેટી બાંધી તૈયાર થઈ જાઓ ફિલ્મની મજા માણવા માટે..
આ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે
પીપિંગ મૂનના અહેવાલ મુજબ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'પઠાણ', તેના રિલીઝના સંપૂર્ણ 56 દિવસ પછી 22 માર્ચે OTT દર્શકો માટે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે.
કાઢી નાખેલા દ્રશ્યો જોઈ શકાશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે માહિતી આપી છે કે ફિલ્મમાં કેટલાક ડિલીટ કરેલા સીન છે, જેમાં 'પઠાણ'ના કેટલાક અન્ય ડીલીટ કરેલા સીન પણ OTT વર્ઝનમાં તમે જોઈ શકશો.
ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની આ ફિલ્મે કમાણી મામલે તમામ ફિલ્મોને માત આપી છે. રિપોર્ટ અનુસાર 'પઠાણે' માત્ર ભારતમાં જ 540 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મ હજુ પણ અમેરિકા, કેનેડા, UAE, ઇજિપ્ત, UK, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં ચાલી રહી છે. આ ફિલ્મે વિદેશી બજારમાં પણ જબરદસ્ત બિઝનેસ કર્યો છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણાએ પણ 'પઠાણ'માં કામ કર્યું છે. આ સાથે ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ છે.
લગ્નના 6 વર્ષ પછી માં બનશે અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી, ફ્લોન્ટ કર્યો બેબી બંપ
Ishita Dutta Pregnant: અજય દેવગણ સાથે ફિલ્મ 'દ્રશ્યમ'માં પોતાનું અભિનય કૌશલ્ય દેખાડનાર અભિનેત્રી ઈશિતા દત્તાની ખુશી આ દિવસોમાં સાતમા આસમાને છે. અભિનેત્રી બહુ જલ્દી માતા બનવાની છે. આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે અભિનેત્રી તાજેતરમાં પાપારાઝીની સામે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જણાવી દઈએ કે ઈશિતાના જીવનમાં આ ક્ષણ લગ્નના 6 વર્ષ પછી આવી છે.
ઇશિતાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ ફોટોમાં અભિનેત્રીએ બ્રાઉન કલરનો ડ્રેસ પહેર્યો છે અને તે હસતી અને પાપારાઝી માટે પોઝ આપી રહી છે. આ દરમિયાન ડ્રેસમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જે બાદ અભિનેત્રીનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના આ સારા સમાચાર સામે આવતા જ બધાએ ઈશિતાને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું