Shah Rukh Khan Visits Tirupati: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે. લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે. માત્ર એડવાન્સ બુકિંગ જોઈને કહી શકાય કે ફિલ્મ જવાન શાનદાર કલેક્શન કરવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાન અને નયનતારા સાથે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મંદિરમાંથી શાહરૂખ ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દર્શન કર્યા બાદ પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. જવાન રીલીઝ પહેલા શાહરૂખ ભગવાનના દર્શન કરી ફિલ્મ માટે પ્રાર્થના કરી રહ્યો છે.
આ લુકમાં જોવા મળ્યો
શાહરૂખ ખાનના લુકની વાત કરીએ તો તેણે સફેદ રંગના કપડા પહેર્યા હતા. સુહાના ખાન અને નયનતારા પણ સફેદ આઉટફિટમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં તેઓ દર્શન કરતા જોવા મળે છે.
વૈષ્ણોદેવી પણ ગયો હતો
જવાનનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા શાહરૂખ ખાન જમ્મુ-કાશ્મીરમા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયો હતો. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેણે પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો જેથી કોઈ તેને ઓળખી ન શકે. શાહરૂખે ડેનિમ અને ટી-શર્ટ સાથે હૂડી પહેરી હતી.
ફિલ્મ ‘જવાન’ની વાત કરીએ તો આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ જોવા મળશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.