Shah Rukh Khan Pathaan Trailer Views: બોલિવૂડ મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાન ફિલ્મ 'પઠાણ' દ્વારા વાપસી કરવા માટે તૈયાર છે. 10 જાન્યુઆરીએ 'પઠાણ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આલમ એ છે કે અભિનેતા શાહરૂખ ખાનના પઠાણનું આ શાનદાર ટ્રેલર બધાને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ સાથે 'પઠાણ'ના આ ટ્રેલરે સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી છે. આવી સ્થિતિમાં રિલીઝના 24 કલાક પછી 'પઠાણ'ના ટ્રેલરે યુટ્યુબ વ્યુઝ સાથે સનસનાટી મચાવી દીધી છે.

Continues below advertisement

યુટ્યુબ પર છવાયુ 'પઠાણ'નું ટ્રેલર

'પઠાણ'નું ટ્રેલર મંગળવારે સવારે 11 વાગ્યે યશ રાજ ફિલ્મ્સની ઑફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં રિલીઝ થતાની સાથે જ 'પઠાણ'ના ટ્રેલરની દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી. શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'પઠાણ'ના ટ્રેલરને લઈને ઘણા ફિલ્મ વિવેચકોએ સકારાત્મક સમીક્ષાઓ આપી છે. તો બીજી તરફ 'પઠાણ'ના ટ્રેલરને પણ દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. આલમ એ છે કે હાલમાં 'પઠાણ'નું ટ્રેલર યુટ્યુબ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે રિલીઝના 24 કલાક બાદ 'પઠાણ'ના ટ્રેલરે યુટ્યુબ પર 27 મિલિયનથી વધુ વ્યૂઝનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ ફિલ્મના આ ટ્રેલરને 1.5 મિલિયન લાઈક્સ પણ મળી ચુકી છે. આવી સ્થિતિમાં સ્પષ્ટપણે અનુમાન લગાવવામાં આવે છે કે પઠાણનું ટ્રેલર તેની રિલીઝના એક દિવસમાં સુપરહિટ સાબિત થયું છે.

Continues below advertisement

શાહરુખ ખાનની 'પઠાણ' ક્યારે રિલીઝ થશે?

શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ 'પઠાણ'ના ટ્રેલરે ચાહકોનું એક્સાઇડમેન્ટ વધારી દીધું છે. આવી સ્થિતિમાં હવે દરેક લોકો 'પઠાણ'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો 'પઠાણ'ની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે.

શું છે ફિલ્મ 'પઠાણ'ના ટ્રેલરમાં?

ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર હોલીવુડની કોઈ ફિલ્મનો અહેસાસ આપી રહ્યું છે. 'પઠાણના ઘરે પાર્ટી રાખશો તો પઠાણ મહેમાનને આવકારવા આવશે અને ફટાકડા પણ લાવશે.' આ સિવાય આ ટ્રેલર જોઈને એવું લાગી રહ્યું છે કે દીપિકા ચોક્કસ કોઈ મોટો ધમાકો કરવા જઈ રહી છે. મોટાભાગની ફિલ્મોમાં હીરોઈનનું કામ માત્ર લવસ્ટોરી પૂરી કરવાનું હોય છે, પરંતુ આ ફિલ્મનું ટ્રેલર જોઈને એવું નથી લાગતું કે દીપિકા માત્ર ફિલ્મમાં લવસ્ટોરી પૂરી કરવા માટે જ છે. તેના ડેશિંગ લુકથી લાગે છે કે ટ્રેલરમાં તેને પ્રાણ ફૂંકયા છે. બીજી તરફ, SRKની અનોખી સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ આકર્ષી રહી છે. આ બંને સિવાય, જ્હોન, જે તેના શરીર અને દેખાવ માટે જાણીતો છે, તે પણ ટ્રેલરમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. કદાચ આ જ કારણ છે કે આ બધાને કારણે લોકો ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદને ભૂલી ગયા છે.