મુંબઇઃ કોરોના વાયરસના કારણે હાલ દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, લોકો ઘરોમાં છે, ત્યારે કેટલાક સ્ટાર્સ આનો ફાયદો પરિવાર સાથે સમય વિતાવવા માટે લઇ રહ્યાં છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક્ટર શાહિદ કપૂર પરિવાર સાથે ડેરા રાધા સ્વામી સત્સંગમાં સમય વિતાવી રહ્યો છે.


આ વીડિયો અભિનેતા પંજાબના વ્યાસમાં ડેરા રાધા સ્વામી સત્સંગનો છે. અહીં એક્ટર શાહિદ કપૂર અને તેની પત્ની મીરા કપૂર સાથે બાળકો અને પરિવાર છે.

પરિવાર અને મીરા પોતાના બન્ને બાળકો મીશા અને જાયનની સાથે આ જગ્યાએ પોતાનો લૉકડાઉનનો સમય વિતાવી રહી છે.વાયરલ વીડિયોમાં શાહિદ કપૂર અને મીરા એક હૉલમાં બેઠેલા છે, ત્યાં શાહિદ ખાવાનુ ખાઇ રહ્યો છે. વળી તેની સાથે નૈની બાળકોની દેખરેખ રાખી રહી છે.



રિપોર્ટ અનુસાર, શાહિદ કપૂર પોતાના પરિવાર સાથે 17 માર્ચે વ્યાસ ગયો હતો, અને આ બધાની વચ્ચે લૉકડાઉનના કારણે તેને ત્યાંજ રોકાવવુ પડ્યુ હતુ. માનવામાં આવી રહ્યું છે કે સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી પરિવાર અહીં જ રોકાશે.



તાજેતરમાં જ મીરા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પૉસ્ટ કર્યો હતો, આ વીડિયો આ જગ્યાનો હતો, ત્યાં તે સેવા આપી રહી હતી.