મુંબઇઃ અત્યારે ભારતભરમાં દિવાળીનો માહોલ જામેલો છે, ત્યારે બૉલીવુડ હસ્તીઓ અને સેલેબ્સ પણ આ પ્રસંગને ખાસ બનાવી રહ્યાં છે, આ બધાની વચ્ચે બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો એક ખાસ થ્રૉબેક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની ફેમિલી સાથે એટલે કે દીકરા આર્યન અને દીકરી સુહાના ખાન સાથે દેખાઇ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર ફેમિલી ઘરમાં દિવાળીની પૂજા કરતી દેખાઇ રહી છે, જોકે, આ વીડિયો ખુબ પહેલાનો અને જુનો છે, તેથી સુહાના અર્યન નાના દેખાઇ રહ્યાં છે.


સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં શાહરૂખ સાથે તેની પત્ની ગૌરી ખાન, પુત્ર આર્યન અને પુત્રી સુહાના છે. આર્યન અને સુહાના ખૂબ જ નાનાં દેખાઇ રહ્યાં છે, આ પૂજા દરમિયાનનો વીડિયો છે અને આમાં તે લોકોની સાથે એક પંડિતજી પણ છે, જે તેમના ઘર 'મન્નત'માં દિવાળીની પૂજા કરી રહ્યાં છે. ખાસ વાત છે કે, શાહરુખઆ વીડિયોમાં ગૌરી કહે છે કે, 'મુખ્ય પૂજા તો આર્યન કરશે. તો બીજી તરફ શાહરુખ પંડિતજીને કહે છે, 'આર્યનને ગાયત્રી મંત્ર આવડે છે તેથી મુખ્ય પૂજા આર્યન કરશે.


'શાહરુખ ખાને જણાવ્યું હતું કે, 'બાળકોને ભગવાન વિશે ખબર હોવી જોઈએ, પછી ભલે તે હિન્દુ ભગવાન હોય કે મુસ્લિમ. આપણી પાસે ગણેશ અને લક્ષ્મીજીની સાથે-સાથે કુરાન પણ છે. અમે બધાં એકસાથે હાથ જોડીએ છીએ, મારો દીકરો ગાયત્રી મંત્ર કહે છે, અને હું કહું છું બિસ્મિલ્લાહ.'ફેન્સ કરી રહ્યાં છે વખાણશાહરુખ અને એની પત્ની ગૌરી જુદા જુદા ધર્મોના છે એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેમણે પોતાનાં સંતાનોને ક્યારેય કોઈ એક ધર્મના ઉપદેશોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવી નથી. તો બાળપણથી જ શાહરુખ અને ગૌરી બંનેએ એ વાતની તકેદારી રાખી હતી કે તેમનાં બાળકો હિંદુ ધર્મ અને ઇસ્લામવાદ બંને ધર્મ વિશે જાણે. આ થ્રૉબેક વીડિયો બાદ લોકો શાહરૂખ ખાનની પ્રસંશા કરવા લાગ્યા છે. 


Mumbai Drugs Case: આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસમાં ખામીઓ અંગે NCBના રિપોર્ટમાં ખુલાસો
Mumbai Drugs Case: એન્ટી ડ્રગ્સ એજન્સી NCBને આર્યન ખાન સાથે જોડાયેલા કેસમાં ઘણી ખામીઓ મળી છે. NCB વિજિલન્સની વિશેષ તપાસ ટીમે તેનો રિપોર્ટ દિલ્હી હેડક્વાર્ટરને મોકલી દીધો છે. NCB સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ યોગ્ય રીતે થઈ નથી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે અધિકારીઓ તે સમયે કામ કરી રહ્યા હતા તેઓ હજુ પણ કામ કરી રહ્યા છે, તેમના કામમાં ઘણી ખામીઓ હતી જે આ તપાસ દરમિયાન સામે આવી છે. એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં પુરાવાનો અભાવ હોવા છતાં તપાસ કરવામાં આવી રહી છે અને મામલાને આગળ વધારવામાં આવી રહ્યો હતો. આ કેસમાં 4 વખત 65 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, તેનું કારણ એ છે કે આ લોકો વારંવાર તેમના નિવેદન બદલતા હતા. આ કારણે ઘણા લોકોના નિવેદન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યા છે.


સ્પેશિયલ ઈન્કવાયરી ટીમના રિપોર્ટમાં શું છે ? 
આ કેસની તપાસ દરમિયાન ટીમ સમક્ષ કેટલીક એવી બાબતો સામે આવી છે જેમાં અન્ય કેસની તપાસમાં પણ ખામીઓ હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ તમામ કેસમાં રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં પૈસાની લેવડદેવડ કરવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ એંગલમાં તપાસ હજુ પૂર્ણ થવાની બાકી છે કારણ કે ફરિયાદીએ પોતાનો જવાબ બદલી નાખ્યો છે.