Shammi Kapoor Geeta Bali: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શમ્મી કપૂરની પ્રોફેશનલ લાઈફની જેમ તેમનું અંગત જીવન પણ રોમાંચક હતું. શમ્મી કપૂરે પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું. તે પૃથ્વી થિયેટરમાં કામ કરીને 50 રૂપિયા કમાતા હતા. શમ્મી કપૂરે વર્ષ 1953માં અભિનયની શરૂઆત કરી હતી. હીરો તરીકે તેમની પ્રથમ ફિલ્મ 'જીવન જ્યોતિ' હતી. જ્યારે શમ્મી કપૂરે ફિલ્મોમાં થોડું નામ કમાવ્યું ત્યારે ગીતા બાલી સાથે તેમનું અફેર શરૂ થયું હતું. ગીતા બાલી પોતાના જમાનાની ખૂબ મોટી અભિનેત્રી હતી. કહેવાય છે કે ગીતા બાલીને જોઈને શમ્મી તેના પ્રેમમાં પડી ગયા હતા.


ચૂપચાપ લગ્ન કરી લીધા


અભિનેતા શમ્મી કપૂર અને ગીતા બાલીની પહેલી મુલાકાત 1955માં 'રંગીન રાતે'ના સેટ પર થઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધવા લાગી હતી. થોડા મહિનાઓ સુધી મળ્યા પછી બંનેએ એક મંદિરમાં ચોરીછૂપે લગ્ન કરી લીધા.બંને જ્યારે લગ્ન કરી રહ્યા હતા ત્યારે શમ્મી પાસે ગીતા બાલીની માંગ પૂરવા માટે સિંદૂર નહોતું તો તેઓએ લિપસ્ટિકથી ગીતા બાલીની માંગ પૂરી હતી. ગીતા બાલી સાથેના લગ્ન સમયે શમ્મી કપૂરનું ફિલ્મી કરિયર થોડું અસ્થિર હતું.


આ શરતે કર્યા બીજા લગ્ન


તેઓ એક પછી એક સતત ફ્લોપ ફિલ્મોથી પરેશાન હતા. તેમણે ગીતા બાલીને કહ્યું કે જો ફિલ્મ 'તુમસા નહીં દેખા' ફ્લોપ થશે તો તે એક્ટિંગને કાયમ માટે અલવિદા કહી દેશે. આ મુશ્કેલ સમયમાં ગીતા તેમનો સહારો બની અને તેમને ખૂબ હિંમત આપી. ગીતાએ અભિનેતાને કહ્યું કે આ ફિલ્મ હિટ થશે અને તમે વધુ સારા અભિનેતા બનશો. આખરે ગીતા બાલીની વાત સાચી પડી અને ફિલ્મ હિટ થઈ. આ પછી શમ્મી 'દિલ દેકે દેખો', ​​'જંગલ', 'કાશ્મીર કી કલી' અને 'જંવર' જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. પરંતુ આ દરમિયાન પત્ની ગીતા બાલીનું અવસાન થયું અને અભિનેતા ખરાબ રીતે ભાંગી પડ્યા . શમ્મી કપૂર ડિપ્રેશનમાં જતાં રહ્યા હતા. તેમના માટે એકલા બે નાના બાળકોનો ઉછેર કરવો મુશ્કેલ બની રહ્યો હતો.  તેથી તેમણે નીલા દેવી સાથે એ શરતે પુનઃલગ્ન કર્યા કે તેઓને બાળકો નથી જોઈતા.