Shehnaaz Gill Gidda Dance With Designer : અભિનેત્રી શહનાઝ કૌર ગિલનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શહનાઝ દિલ્હીમાં એક ફેશન શોમાં રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી ગુલાબી મરમેઇડ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. શહનાઝ શોની શોસ્ટોપર રહી હતી. પહેલા તો શહનાઝે ખૂબ જ સુંદર રીતે રેમ્પ વોક કર્યું, પરંતુ અચાનક સંગીત સાંભળતા જ તે ડિઝાઇનર સાથે સૌકોઈની વચ્ચે જ રેમ્પ પર જ ડાંસ કરવા લાગી હતી. 


શહનાઝની આ સ્ટાઈલ જોઈ સૌકોઈ ચોંકી ઉઠ્યાં હતાં. સહેનાઝના ડાંસ પર આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. ચાહકો પણ આ વીડિયો જોયા પછી શહનાઝના બે મોઢે વખાણ કરતા થાકતા નથી.


શહનાઝનો આ વાયરલ વીડિયો ગઈ કાલે રવિવારના રોજ દિલ્હીમાં યોજાયેલા ફેશન શોનો છે. જેમાં તે ફેશન ડિઝાઇનર કેન ફર્ન્સની શોસ્ટોપર બની હતી. વીડિયોમાં શહનાઝ અને કેન એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. શહનાઝના ફેન્સ આ વીડિયો જોઈને ખૂબ જ ખુશ છે.




'આવું તો માત્ર શહનાઝ જ કરી શકે છે'


શહેનાઝ ગિલના વિડિયો પર ફેન્સની પ્રતિક્રિયા અદભૂત છે. એક યુઝરે લખ્યું, 'અમને તમારા પર ગર્વ છે.' જ્યારે બીજાએ લખ્યું, 'માત્ર શહનાઝ જ આ કરી શકે છે.' અન્ય એક યુઝરે શહનાઝના વખાણ કરતા કહ્યું, 'આગ લગા દી, આગ લગા દી'.


શહનાઝનું બોલિવૂડ ડેબ્યુ


શહનાઝ ગિલ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનેત્રી સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન અને શહનાઝ ઉપરાંત રિતેશ દેશમુખ, જોન અબ્રાહમ, નોરા ફતેહી પણ છે. વર્તમાનમાં શહનાઝ યુટ્યુબ પર તેના ટોક શો 'દેશી વાઇબ્સ વિથ શહનાઝ'માં વ્યસ્ત છે. આ શોમાં અત્યાર સુધી રાજકુમાર રાવ, આયુષ્માન ખુરાના અને વિકી કૌશલ ગેસ્ટ તરીકે આવ્યા છે.