મુંબઇઃ સુશાંત સિંહના મોત બાદ એકબાજુ બૉલીવુડમાં નેપૉટિઝ્મના ચર્ચા છેડાઇ છે, ત્યારે બીજીબાજુ કેટલાક સ્ટાર્સ તેના મોત પાછળ સવાલો ઉઠાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે એક્ટર શેખર સુમને પણ પોતાનુ રિએક્શન આપ્યુ છે. તેમનુ કહેવુ છે કે સુશાંતના મોત પાછળ સુસાઇડ નૉટ પણ જરૂર હશે.



અભિનેતાએ ટ્વીટ કરીને લખ્યું- ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા શેર બનનારા કાયરો સુશાંતના ચાહકોના કહેરથી, ઉંદર બનીને દરમાં ઘૂસી ગયા છે. ખોટા ચહેરા બહાર આવી ગયા છે. હિપ્પોક્રેટ્સ એક્સપૉઝ થઇ ચૂક્યુ છે. બિહાર અને ભારત ચુપ નહીં બેસે, જ્યાં સુધી દોષીઓને સજા નહીં આપવામાં આવે. બિહાર જિન્દાબાદ.



શેખર સુમને એક બીજા ટ્વીટમાં લખ્યું- સુશાંત એક બિહારી હતો, એટલે બિહાર સેન્ટીમેન્ટ સૌથી વધુ છે. હું આ વાતને બિલકુલ નજરઅંદાજ નથી કરી રહ્યો છું કે ભારતના દરેક રાજ્યના લોકોની ચિંતા ના કરવી જોઇએ. સુશાંત જેવી બીજી એક ત્રાસદી કોઇ યુવા સાથે ના થવી જોઇએ..... જે ખાસ કરીને પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા આવ્યા છે.



એક્ટરે લખ્યું- એ સ્પષ્ટ છે કે જો સુશાંત સિંહ રાજપૂતની સુસાઇડનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે, જે રીતે તે દ્રઢ ઇચ્છાશક્તિ અને બુદ્ધિમાન હતો, તો પછી તેને એક સુસાઇડ નૉટ જરૂર મુકી હશે. મારુ દિલ પણ અન્ય લોકોના જેમ એજ કહે છે કે જેટલુ આંખોથી દેખાઇ રહ્યું છે તેનાથી અનેકગણુ વધારે છે. જોકે, શેખર સુમનનુ આ ટ્વીટર એકાઉન્ટ વેરિફાઇડ નથી.