શર્લિન ચોપડાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, “જો તમને માલ નથી લેતા તો તમને 12 વકીલો પાસેથી સલાહ લેવાની શા માટે જરૂર પડી ? સચ બોલનારાઓને પેનિક એટેક નથી આવતો, જ્યાં સચ્ચાઈ હોય છે ત્યાં ડર માટે કોઈ સ્થાન નથી હોતું. ” શર્લિન ચોપડાનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
એનસીબી દ્વારા પૂછપરથ દરમિયાન ચેટમાં થયેલા‘માલ’ના ઉલ્લેખ પર દીપિકાએ કહ્યું હતું કે, તે વ્હોટ્સએપ ચેટમાં જે માલની વાત કરવામાં આવી રહી છે, તે ડ્રગ્સ નથી પરંતુ કંઈ બીજું છે. દીપિકાએ ભલે આ વાતનો જવાબ ગોળ ગોળ આપ્યો હતો, પરંતુ 'બીડ'ની જગ્યાએ હેશિશની માંગ પર સ્પષ્ટતા કરી શકી નહોતી. એનસીબી દ્વારા તેની કડક પૂછપરછ કરવામાં આવી.
બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. રિયા બાદ ડ્રગ્સને લઈને બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સ સામે આવ્યા છે. આ મામલે આજે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે પૂછપરછ કરવામાં આવી છે. હવે સુશાંતનો મુદ્દો દિવસેને દિવસે મોટો બનતો જાય છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ