મુંબઈ: ડ્રગ્સ કેસ મામલે શ્રદ્ધા કપૂર સાથે એનસીબીની આજની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. સૂત્રો અનુસાર, શ્રદ્ધાએ એનસીબીને જણાવ્યું કે, તેમણે જયા સાહા પાસેથી ટ્રોમેટિક સ્ટ્રેસ, થાક માટે સીબીડી ઓઈલ મંગાવ્યું હતું. આ સ્ટ્રેસ બસ્ટરની જેમ કામ કરે છે. ડ્રગ્સની દ્રષ્ટીએ સીબીડી ઓઈલ લેવામાં આવ્યું નહોતું. એટલે કે શ્રદ્ધાએ જયા સાથે ચેટ કર્યાની વાતની કબૂલાત કરી છે. એવામાં જરૂર પડશે તો ફરી શ્રદ્ધાને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.


ડ્રગ્સ મામલે એનસીબીની પૂછપરછમાં ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યું કે, ફિલ્મ છિછોરેની રિલીઝ બાદ એક પાર્ટી પાવના ફાર્મ હાઉસમાં થઈ હતી. બપોરે ત્રણ વાગ્યે અમે ત્યાં પહોંચ્યા હતા. લંચ બાદ બોટમાં અમે આઈલેંડ પર પહોંચ્યા હતા.

જ્યાં ડ્રગ્સ અને આલ્કોહોલની પાર્ટી થઈ હતી. અમે મ્યૂઝિક પર મોડી રાત સુધી નાચ્યા હતા. પરંતુ મેં પાર્ટીમાં ડ્રગ્સ નહોતું લીધું. NCB ડેપ્યુટી ડારેક્ટર કેપીએલ મલ્હોત્રા શ્રદ્ધા અને સારા અલીની પૂછપરછ કર્યા બાદ બિલ્ડિંગમાં ગયા હતા.

સૂત્રો અનુસાર, સારા અલી ખાને એનસીબીને જણાવ્યું કે, તેમના અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે 2019માં બ્રેકઅપ થઈ ગયું હતું. સારા અનુસાર, સુશાંત આ રિલેશનશિપને લઈને પઝેશિવ હતો. સુશાંત ઈચ્છતો હતો કે, સારા તેની આગામી ફિલ્મ તેની સાથે સાઈન કરે જો તેના માટે સંભવ નહોતું.

તેની સાથે જ સારાએ કહ્યું હતું કે, સુશાંત રિલેશનને લઈને વફાદાર નહોતો. સારા અલી ખાનને તેના અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચેના ડ્રગ્સ ચેટ બતાવવામાં આવ્યા. એક્ટ્રેસે કહ્યું કે, થાઈલેન્ડમાં પણ સુશાંતે ડ્રગ્સ લીધું હતું.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ