પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવેલા બિઝનેસમેન રાજ કુંદ્રાની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની શુક્રવારે પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે અભિનેત્રીનું નિવેદન નોંધ્યું હતું. ક્રાઈમ બ્રાંચના સૂત્રો મુજબ, નિવેદન દરમિયાન શિલ્પા શેટ્ટી ત્રણથી ચાર વખત રડવા લાગી હતી. ક્રાઈમ બ્રાંચે અઢી કલાક સુધી પૂછપરછ કરી હતી. અધિકારીઓએ શિલ્પા શેટ્ટીને પૂછ્યું કે શું રાજ કુંદ્રાએ પોર્નોગ્રાફીનું કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રા પર અશ્લિલ ફિલ્મો બનાવવાનો અને અપલોડ કરવાનો આરોપ છે.
શિલ્પા શેટ્ટીની પૂછપરછ
ઘરમાં સર્ચ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી અને ત્યાર બાદ પ્રોપર્ટી સેલના બે અધિકારીઓએ શિલ્પાને 20થી 25 સવાલ પૂછ્યા. સૂત્રોએ કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચને એવી જાણકારી મળી હતી કે શિલ્પાને હોટશોટ વિશે ખબર છે.
ક્રાઈમ બ્રાંચે શું-શું સવાલો કર્યા
- શું તમને હાટ્શોટ વિશે જાણકારી હતી, તેને કોણ ચલાવે છે ?
- પોર્ન વીડિયોને લંડન મોકલવા કે અપલોડ કરવામાં ઘણીવાર વિયાનની ઓફિસનો ઉપયોગ કર્યો છે શું તમને તેની જાણકારી છે ?
- તમે વિયાન કંપનીમાંથી વર્ષ 2020માં કેમ નિકળ્યા, જ્યારે કંપનીમાં ખુબ ભાગીદારી હતી ?
- હોટ્શોટના વીડિઓ કન્ટેન્ટ વિશે તમે શું જાણો છો ?
- શું તમને વનિયાન અને કેમરિન વચ્ચે પૈસાના વ્યવહારની જાણકારી છે?
- શું તમે હોટશોટના કામકાજમાં સામેલ થયા છો ?
- શું ક્યારે પ્રદીપ બક્શી (રાજ કુન્દ્રાના જીજા) સાથે હોટ્શોટને લઈને વાતચીત થઈ છે?
- શું તમને રાજ કુન્દ્રાના બધા કામકાજની જાણકારી છે (શું-શું કામ કરે છે તેના બિઝનેસ)
કુંદ્રાએ કહ્યું કે, તમામ વસ્તુ તેના જીજા પ્રદીપ બક્શી લંડનથી ચલાવી રહ્યા હતા તે માત્ર વ્હોટ્સએપ પર વાત કરતા હતા. જોકે પોલીસનું કહેવું છે કે, તેની પાસે કુંદ્રા વિરદ્ધ અનેક પુરુવા છે જેનાથી એ સ્પષ્ટ થાય છે કે તે બધું જાણતા હતા અને દરેક વસ્તુની ડીલ કરતા હતા અને તેના જીજા જે લંડનમાં કંપનીના માલિક છે તે માત્ર નામના જ હતા.
મુંબઈ પોલીસે કહ્યું કે, તેને એવા કોઈ પુરાવા નથી મળ્યા જેના આધારે શિલ્પાની ડાયરેક્ટ લિંક આ કેસ સાથે જોડાયેલ હોય.