shraddha kapoor: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર, ડાયરેક્ટર લવ રંજનના નિર્દેશનમાં બનેલી અપકમિંગ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. પડદા પર બંનેની જોડીને જોવા માટે ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન હવે આ ફિલ્મનું ગીત ‘તેરે પ્યાર મેં’ રિલીઝ કરવામાં આવ્યું છે.
મેકર્સે 1 ફેબ્રુઆરીએ આ ગીતને યુટ્યૂબ પર રિલીઝ કર્યું છે, જે રોમાન્સથી ભરપૂર છે. આ ગીતમાં રણબીર અને શ્રદ્ધા કપૂરની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. શ્રદ્ધા કપૂર વ્હાઈટ કલરની બિકિનીમાં જોવા મળી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ જોરદાર વાયરલ થઈ રહી છે. ચાહકો શ્રદ્ધાના હોટ અંદાજને લાઈક કરી રહ્યા છે.
‘તેરે પ્યાર મેં’, આ ગીત એક રોમેન્ટિક ગીત છે, જેમાં રણબીર અને શ્રદ્ધાની કેમેસ્ટ્રી જોવા મળી છે. ગીતમાં રણબીર એક લવર બોય બનીને શ્રદ્ધાને ઈમ્પ્રેસ કરતો જોવા મળી રહ્યો છે. આ ગીતમાં ઘણા સુંદર લોકેશન બતાવવામાં આવ્યા છે, આ સાથે જ સમુદ્રના નજારા પણ જોવા મળે છે, જે આ વીડિયો સોન્ગને ખૂબ જ સુંદર બનાવે છે. રણબીર અને શ્રદ્ધા આ ફિલ્મ દ્વારા પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા મળવાના છે. આ ગીતમાં બંનેની જોડી ખૂબ જ શાનદાર લાગી રહી છે અને આ ગીતમાં ઇન્ટિમેટ સીન છે.