મુંબઈ: શ્રેયા ઘોષલે બોલિવૂડમાં 19 વર્ષ પૂરા કર્યા છે. સિંગરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની હિંદી ફિલ્મોની સફર વિશે જણાવ્યું જે  'દેવદાસ' થી શરૂ થઈ હતી.  શ્રેયાએ ઇન્સ્ટા પર લખ્યું હતું, "19 વર્ષ પહેલા આ દિવસે મેં આઇકનિક ફિલ્મ દેવદાસથી હિન્દી ફિલ્મોમાં પોતાની શરુઆત કરી હતી."


સિંગર શ્રેયાએ ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલીને 'દેવદાસ'માં  લોન્ચ કરવા બદલ આભાર માન્યો હતો.



શ્રેયાએ લખ્યું કે, "સંજય લીલા ભણસાલી સરનો 16 વર્ષીય યુવતીમાં વિશ્વાસ કરવા માટે કાયમ આભારી રહેશે. મારા માતા-પિતાનો પણ રાત-દિવસ મારી સાથે હોવા બદલ આભાર. હું આજે જે પણ છુ  તમારા  કારણે જ છું. 


તેણે પોસ્ટમાં દેવદાસની ટીમ એશ્વર્યા રાય બચ્ચન, માધુરી દિક્ષિત નેને, જેકી શ્રોફ, ડિરેક્ટર સંજય લીલા ભણસાલી અને મ્યુઝિક ડિરેક્ટર ઇસ્માઇલ દરબારને ટેગ કર્યા છે.


16 વર્ષની ઉંમરે શ્રેયાને ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલીની માતાએ સિંગિંગ રિયાલિટી શો 'સા રે ગા મા'માં જોઈ હતી, જ્યાંથી તે વિજેતા બનીને ઉભરી આવી. પછી, તેણે 2002 માં ફિલ્મ દેવદાસથી પ્લેબેક સિંગિંગમાં શરુઆત કરી. 


શ્રેયા 'દેવદાસ' માટે 'ડોલા રે ડોલા' અને 'બેરી પિયા' અને 'જબ વી મેટ'ના' યે ઇશ્ક હાય ',' જિસ્મમાં  જાદુ હૈ નશા હૈ ',  ગુરુમાં બરસો રે, સિંહ ઈઝ કિંગમાં મે તેરી ઔર, બાજીરાવ મસ્તાની'માં 'દીવાની મસ્તાની', 'પદ્માવત'માં' ઘૂમર 'જેવી પુરસ્સ્કાર વિજેતા  હિટ ફિલ્મોમાં ગીતો ગાયા છે.