નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઇડી આજે ફરીથી સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી સાથે પુછપરછ કરી, પુછપરછ દરમિયાન શ્રુતિ મોદીએ ઇડીને પોતાના નિવેદનમાં કેટલાય મોટા ખુલાસા કર્યા. શ્રુતિ મોદીએ બેન્કમાંથી પૈસાની લેવડદેવડની વાતને નકારી દીધી હતી, પરંતુ તેને ઇડીને જણાવ્યુ કે, સુશાંતની જિંદગીમાં જ્યારેથી રિયા આવી ત્યારથી તે જ પૈસાનો વ્યવહાર કરતી હતી.

શ્રુતિ મોદીએ ઇડીને જણાવ્યુ કે, રિયા, સુશાંતના નાણાંકીય નિર્ણયો અને પ્રૉફેશનલ પ્રૉજેક્ટ પર પણ ડિસીઝન લઇ રહી હતી. સુશાંત સિંહ પોતાના ફેંસલા ન હતા લેતા, જ્યારે રિયા સુશાંતને મળી હતી, ત્યારે તે સુશાંતની બિઝનેસ મેનેજર હતી. તેને પોતાના કેટલાક પ્રૉજેક્ટને સંભાળ્યો. શ્રુતિ મોદીએ પુછપરછ દરમિયાન ઇડીને જણાવ્યુ કે, ફેબ્રુઆરી 2020 સુધી તેને સુશાંતના કેટલાય પ્રૉજેક્ટને સંભાળ્યા, પરંતુ ત્યારબાદથી સુશાંત સાથે તેની ઓછી વાતચીત થતી હતી.



શ્રુતિ મોદીએ ઇડીને જણાવ્યુ કે, ફેબ્રુઆરી બાદ સુશાંત સિંહને મળવાનુ પણ બંધ થઇ ગયુ હતુ. તેને કહ્યું કે રિયાના આવ્યા બાદ જે કામ તે ખુદ કરી રહી હતી, તેને પણ રિયાએ ટેકઓવર કરી રહી હતી. તેને કહ્યું કે જ્યાં સુધી તે હતી ત્યાં સુધી કોઇપણ નાણાંકીય ગરબડી ન હતી થઇ, અને ત્યારપછી શું નાણાંકીય ગરબડી થઇ તેની તેને ખબર નથી.

આ ઉપરાંત ઇડીએ આજે સુશાંત સિંહ રાજપૂતની બહેન નીતૂ સિંહ સાથે પણ પુછપરછ કરી હતી. આ પહેલીવાર છે કે સુશાંત સિંહ રાજપૂતના પરિવારના કોઇ સભ્યને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હોય.