નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર આયુષ્યમાન ખુરાના બાદ હવે એક્ટ્રેસ સ્વરા ભાસ્કર રિયા ચક્રવર્તીના સમર્થનમાં ઉતરી છે. તેનુ માનવુ છે કે સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તીને એક ખતરનાક રીતે મીડિયા ટ્રાયલનો શિકાર બનાવવામાં આવી રહી છે. રિયાના સમર્થનમાં સ્વરા ભાસ્કરએ એક ટ્વીટ કરીને વાત કહી છે.
સ્વરા ભાસ્કરએ રિયાના સમર્થનમાં લખ્યું- રિયાને એક વિચિત્ર અને ખતરનાક રીતે મીડિયા ટ્રાયલનો શિકાર બનાવવામાં આવી રહી છે, જેનુ નેતૃત્વ એક ભીડતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. હુ આશા રાખુ છુ કે માનનીય સુપ્રીમ કોર્ટ આને ધ્યાનમાં લેશે, અને ફેક ન્યૂઝ બનાવનારાઓ અને કાવતરા ભરી કહાનીઓની રચના કરનારા રિપૂપલિક, પૂપઇન્ડિયા અન્ય પર લગામ લગાવશે.
આ બધાની વચ્ચે દિવંગત અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજી દાખલ કરતા કહ્યું કે, મીડિયા ખોટી રીતે મામલાને ટ્રાયલ કરી રહી છે, તેને દોષી ઠેરવી રહી છે, તેને સુપ્રીમ કોર્ટેને આગ્રહ કર્યો કે તેને વર્ષના અંતમાં યોજાનારી બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખનારા રાજકીય એજન્ડા તરીકે તેનો ઉપયોગ ના કરવામાં આવે.
રિયાએ મીડિયા ટ્રાલય થઇ રહ્યો છે, તે અંગેની પોતાની એફિડેવિટમાં કહેવાયુ હતુ કે, મીડિયાએ રિયાને પહેલાથી દોષી ઠેરવી દીધી છે. પહેલા 2જી અને આરુષિ તલવાર કેસાં જે લોકોને મીડિયાએ પોતાના તરફથી દોષી ઠેરવ્યા હતા, તે લોકો પછીથી નિર્દોષ સાબિત થયા હતા. સુશાંત બાદ પણ કેટલાક અભિનેતાઓએ આત્મહત્યા કરી છે, પરંતુ મીડિયાની દિલચસ્પી આ કેસમાં જ છે. કેસને વધારીને બતાવી રહ્યું છે. તે પહેલાથી જ પરેશાન છે, પરંતુ તેની પર્સનલ લાઇફને તમાશો બનાવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ મૃત્યુ કેસમાં હવે ED મની લૉન્ડ્રીંગના એન્ગલથી તપાસી રહી છે, આ સિલસિલામાં EDએ રિયા ચક્રવર્તી પર મોટી એક્શન લેતા ફોન જપ્ત કરી લીધા છે. સુત્રો અનુસાર ઇડીએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર મોટી એક્શન લેતા રિયા ચક્રવર્તી, તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી અને પિતા ઇન્દ્રનીલ ચક્રવર્તી આ ત્રણેયના ફોન જપ્ત કરી લીધા છે. સોમવારે EDએ આ ત્રણેયની લાંબી પુછપરછ કરી હતી, પરંતુ ઇડીને નિવેદનો સંતોષજનક ન હતા મળ્યા, સાથે સાથે એકબીજા સાથે નિવેદનો મેળ મણ ન હતા ખાતા, આવામાં ઇડીએ સબૂતો સાથે કોઇ છેડછાડ ના થાય એ માટે ફોન જપ્ત કરી લીધા છે.
રિયાના સમર્થનમાં ઉતરી આ એક્ટ્રેસ, બોલી- મીડિયા ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યુ છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2020 03:59 PM (IST)
સ્વરા ભાસ્કરનુ માનવુ છે કે સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તીને એક ખતરનાક રીતે મીડિયા ટ્રાયલનો શિકાર બનાવવામાં આવી રહી છે. રિયાના સમર્થનમાં સ્વરા ભાસ્કરએ એક ટ્વીટ કરીને વાત કહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -