‘શુભ મંગલ જ્યાદા સાવધાને’’ પ્રથમ દિવસે કેટલા કરોડની કરી કમાણી, જાણો વિગત?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Feb 2020 10:57 AM (IST)
21 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ એક ગે લવ સ્ટોરી છે.
મુંબઇ: આયુષ્યમાન ખુરાના હોમોસેક્યુઅલિટી જેવા મોટા વિષય પર ફિલ્મ લઇને આવ્યો છે. 21 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ એક ગે લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન અને જિતેન્દ્ર કુમારને રોમાન્સ કરતા બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. શુભ મંગલ જ્યાદા સાવધાને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે સારી કમાણી કરી છે. એક અંદાજ અનુસાર, ફિલ્મએ ઓપનિંગ ડે પર 9 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. નોંધનીય છે કે આયુષ્યમાન ખુરાનાની શુભ મંગલ જ્યાદા સાવધાનમાં TVF એક્ટર જિતેન્દ્ર કુમાર એટલે કે જીતુ તેમના હીરો બન્યા છે. આ બંન્ને એક ગે જોડી કાર્તિક અને અમનની ભૂમિકા નિભાવી રહ્યા છે. અમનનો પરિવાર કાર્તિક અને તેના સંબંધની વિરોધમાં છે. જેના કારણે બંન્નેને પરેશાનીઓનો સામનો કરવો પડે છે.