બ્રિટિશ એક્ટિવિસ્ટ પીટર ગેરી ટેચેલે 'શુભ મંગલ જ્યાદા સાવધાન' પર એક ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું કે 'બોલિવૂડની એક રોમેન્ટિક કોમેડી રિલીઝ થઈ છે. ભારતમાં સમલૈંગિકતાને કાયદેસર કર્યા બાદ હવે આ ફિલ્મ દ્વારા દેશના વડીલ લોકોને સમલૈંગિકતા પ્રત્યે જાગરૂક અને જીતવાની કોશિશ કરાઈ રહી છે. વાહ.'
બ્રિટિશ એક્ટિવિસ્ટ પીટર ગેરી આ ટ્વીટને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કરી અને ગ્રેટ લખ્યું હતું. બાદમાં પીટરે પણ ટ્રમ્પની ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું કે આશા રાખુ છું કે આ પ્રેસિડન્ટ ટ્રમ્પના એલજીબીટીના મુદ્દાને ગંભીરતાથી લેવાની શરૂઆત છે અને આશા છે કે આ કોઈ પીઆર સ્ટન્ટ નથી.
શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મને હિતેશ કેવલ્યએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના, જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, ગજરાજ રાવ, માનવી ગગરૂ વગેરે સામેલ છે.