2 વર્ષ કેસ ચાલ્યાં બાદ આખરે શ્વેતા તિવારીને તેમના પુત્ર રેયાંશની કસ્ટડી મળી ગઇ છે. કોર્ટના આ નિર્ણયથી શ્વેતા ખુબ જ ખુશ છે.
ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી લાંબા સમયથી અભિનવ કોહલી સાથે તેના દીકરા રેયાંશની કસ્ટડી માટે કાનૂની લડાઈ લડી રહી હતી. હવે કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય આપ્યો છે. કોર્ટે રેયાંશની કસ્ટડી શ્વેતાને સોંપતાં., કોર્ટના નિર્ણયથી શ્વેતા ઘણી ખુશ છે.
કોર્ટે અભિનવને શું આપ્યો આદેશ
કોર્ટે શ્વેતાના પતિ અભિનવ કોહલીને પણ તેમના પુત્ર રેયાંશને અઠવાડિયામાં માત્ર એક વખત મળવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, અભિનવ પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં જ રિયાંશને મળી શકશે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે, અભિનવ કોહલી ઇચ્છે તો વીડિયો કોલ દ્વારા 30 મિનિટ સુધી દિવસમાં એકવાર રેયાંશ સાથે વાત કરી શકશે.
કોર્ટના નિર્ણયથી શ્વેતા ખુશ
કોર્ટના આ નિર્ણયથી ખુશ થયેલી શ્વેતા તિવારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'હું આ જ ઈચ્છતી હતી, હું આ નિર્ણયથી ખૂબ ખુશ છું. છેલ્લા 2 વર્ષોમાં, હું જ્યાં પણ મારા દીકરા સાથે જતી, અભિનવ ત્યાં દરેક જગ્યા અને સમયે ય મારી પાછળ જ આવતો અને હોબાળો કરતો હતો. જે મારા અને રેયાંશ માટે ખૂબ જ ખરાબ અનુભવ હતો. આ બધાથી હું માનસિક રીતે થાકી ગઇ હતી. એટલું જ નહીં, અભિનવ મારા ઘરે આવ્યા બાદ પણ મને ઘણી વખત ધમકી આપતો હતો.
શ્વેતા તિવારીએ અભિનવ સાથે કર્યાં હતા બીજા લગ્ન
આપને જણાવી દઇએ કે, અભિનવ સાથે શ્વેતાના આ બીજા લગ્ન હતા.. અગાઉ તેને રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતા. બંનેને એક પુત્રી છે. જેનું નામ પલક તિવારી છે. શ્વેતાની જેમ પલક તિવારી પણ એક અભિનેત્રી છે અને બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનવ સાથે લગ્નના થોડા વર્ષો પછી, તેમના સંબંધોમાં અણબનાવો થયો. અને શ્વેતા તેમની સાથે અલગ થઈ ગઈ. જોકે બંને બાળકો રેયાંશ અને પુત્રી પલક તિવારી શ્વેતા સાથે મુંબઈમાં જ રહે છે.