Siddharth Shukla Last 15 Hours: સિદ્ધાર્થ શુક્લાના છેલ્લા 15 કલાક વિશે જણાવી રહ્યાં છીએ. આખરે કઇ રીતે બગડી તેમની તબિયત અને તે જીવલેણ સાબિત થઇ.


Siddharth Shukla Last 15 Hours: સિદ્ધાર્થ શુક્લાનું  40 વર્ષની ઉંમરે હાર્ટ અટેકથી નિધન થઇ ગયું.ગુરુવાર બપોરે આવેલ આ સમાચારે દેશના હચમચાવી દીધો. તેમના મોતથી દરેક લોકો સ્તબ્ધ છે અને દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે, આખરે આટલી હેલ્થી લાઇફ સ્ટાઇલ ફોલો કરનાર હાર્ટ અટેક સામે કેમ જિંદગીની જંગ હારી ગયો. આખરે કઇ રીતે બગડી તેમની તબિયત. આ બધા વચ્ચે અમે આપની જણાવી રહ્યાં છીએ કે, આખરે સિદદ્ધાર્થ શુક્લાના છેલ્લા 15 કલાક કેવા હતા.


બુધવારે રાત્રે  સિદ્ધાર્થ શુક્લ ખૂબ શાંતિથી સૂતા હતા પરંતુ રાત્રે 3.30ની આસપાસ તેમની છાતીમાં દુખાવો શરૂ થયો અને તેઓ ઊંઘમાંથી જાગી ગયા.સિદ્ધાર્થે ઠંડુ પાણી માંગ્યું અને ત્યારબાદ તે ફરી ઊંઘી ગયા. ગુરૂવારે સવારે ફરી તેમને છાતીમાં દુખાવો થયો અને તેમણે ફરી ઠુંડુ પાણી પીધું.


સિદ્ધાર્થ શુક્લાની તકલીફ વધતા આખરે પરિવારે ડોક્ટરની ઘરે બોલાવ્યો પરંતુ પાણી પીધા બાદ સિદ્ધાર્થ  બેભાન થઇ ગયા. ડોક્ટરે આવીને તેમની પલ્સ ચેક કરી અને હોસ્પિટલ લઇ જવાનું સૂચન કર્યું કારણ કે ડોક્ટરને સિદ્ધાર્થને પલ્સ ન હતી મળતી.



ત્યારબાદ સિદ્ધાર્થ શુક્લાને મુંબઇની કપૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ દાખલ કરાયાના તરત જ બાદ ડોક્ટરે તેમને ચેક તરતા મૃત જાહેર કર્યો. સિદ્ધાર્થ શુક્લાનું આ રીતે અચાનક જ દુનિયાને અલવિદા કહી દેવું દરેક લોકોના સમજની પર છે. સિદ્ધાર્થ શુક્લા ગ્લેમર વર્લ્ડનો એક સાઇનિંગ સ્ટાર હતો, જે આજે અનંત આકાશમાં ખોવાઇ ગયો છે અને પાછળ અનેક સવાલ છોડી ગયો છે.


સિધ્ધાર્થ શુકલાએ 2005માં વિશ્વનના શ્રેષ્ઠ મોડલનું ટાઈટલ જીત્યું હતું. આ સ્પર્ધામાં એશિયા, લેટિન અમેરિકા અને યુરોપના 40 કરતાં વધારે ટોચના મોડલે ભાગ લીધો હતો. સિધ્ધાર્થ શુકલાની વય એ વખતે માત્ર 25 વર્ષ જ હતી. 2008મા ટીવી સીરિયલ બાબુલ આંગન છૂટે ના દ્વારા અભિનયની શરૂઆથ કરનારા સિધ્ધાર્થ શુકલાએ 2014માં હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ દ્વારા ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે વરૂણ ધવન હતો ને હીરોઈન આલિયા ભટ્ટ હતી. 


સિદ્ધાર્થ શુક્લાને ટીવી સિરિયલ બાલિકા વધુથી લોકપ્રિયતા મળી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે સિરિયલ દિલ સે દિલ તકમાં પણ જોવા મળ્હયો હતો. તેણે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.


તેને બિગ બોસ 13થી ઘણી ખ્યાતિ મળી. પંજાબી અભિનેત્રી શહનાઝ ગિલ સાથેની તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંને તાજેતરમાં બિગ બોસ OTTમાં પણ જોવા મળ્યા હતા.