Kiara-Sidharth Marriage : સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્નના 7 ફેરા લીધા હતાં. આ સાથે જ કિયારા હંમેશા માટે સિદ્ધાર્થની બની ગઈ હતી. બંને જીવનભર માટે બની ગયા છે. દંપતીએ મિત્રો અને નજીકના લોકોની હાજરીમાં 7 ફેરા લીધા અને 7 જન્મ સુધી સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. વડીલોના આશીર્વાદ સાથે નવા પરિણીત યુગલ તેમના નવા જીવનની શરૂઆત કરી હતી. જાનૈયાઓએ 'સાજન જી ઘર આયે' ગીત સાથે સિદ્ધાર્થ સાથે શાનદાર એન્ટ્રી કરી હતી. જાનૈયાઓએ બોલિવૂડના ગીતો પર જોરદાર ડાન્સ કર્યો હતો.
દંપતીએ પરંપરાગત સિલ્વર રંગનો ડ્રેસ પહેર્યો હતો. શેરવાનીમાં સિદ્ધાર્થ રોયલ લાગતો હતો. 30 વર્ષની કિયારા અડવાણી અને સિદ્ધાર્થના વેડિંગ ડ્રેસને મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો છે. કિયારા લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે સિદ્ધાર્થ શેરવાનીમાં રોયલ લાગતો હતો. મનીષ મલ્હોત્રાની ટીમે કિયારા-સિદ્ધાર્થના પરિવારના સભ્યો માટે કોસ્ચ્યુમ પણ તૈયાર કર્યા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ઘોડી પર બેસીને સિદ્ધાર્થ કિયારાને તેની સાથે લગ્ન કરવા લઈ ગયો હતો. સૂર્યગઢ પેલેસમાંથી ઘોડી બહાર આવતા જ તેણે કહ્યું હતું કે, સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન કરી લીધા છે.
પહેર્યા હતા આવા ડ્રેસ
બોલિવુડ કપલનો અન્ય એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તેણે ગુલાબી રંગના કપડા પહેર્યા છે. તેના હાથમાં મીઠાઈની ટોપલી છે. તેણે કહ્યું હતું કે, સિદ્ધાર્થ અને કિયારાએ સિલ્વર કલરના આઉટફિટ પહેર્યા હતા.
2 થી 4 વાગ્યા દરમિયાન લેવાયા હતા 7 ફેરા
કિયારા અને સિદ્ધાર્થે બપોરે 2 થી 4 વચ્ચે ફેરા લીધા હતાં. રિપોર્ટ્સનું માનીએ તો લગ્ન બાદ તે બંને સ્ટાર્સ સૂર્યગઢ પેલેસમાં ભવ્ય પાર્ટી કરશે.
રિપોર્ટ્સનું માનીએ તો ડાયરેક્ટર શકુન બત્રા, પૂજા શેટ્ટી, આરતી શેટ્ટી, સોનાક્ષી સિંહા સહિત ઘણા સેલેબ્સ સૂર્યગઢ પેલેસ પહોંચ્યા છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય બોલિવૂડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. જેઓ હવે રિસેપ્શનની રાહ જોઈ રહ્યા છે. કિયારા અને સિદ્ધાર્થના લગ્ન બાદ દિલ્હીમાં રિસેપ્શન થશે. ત્યારબાદ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં સિનેમા જગતના મિત્રો માટે એક લક્ઝુરિયસ પાર્ટીનું આયોજન કરવામાં આવશે. આ પાર્ટીમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ હાજરી આપે તેવી શક્યતા છે.