Sidharth Malhotra Kiara Advani Wedding Live: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આજે તેમના સંબંધોને એક નવું નામ આપવા જઈ રહ્યા છે. લાંબી ડેટિંગ બાદ આ કપલ આજે તેમના પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે સાત ફેરા લેશે. કિયારા અને સિદ્ધાર્થ બંનેના પરિવાર 4 ફેબ્રુઆરીએ જ જેસલમેર પહોંચી ગયા હતા અને લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી.
દિલ્હીથી આવ્યા બેડવાળા, લગ્નની થીમ પિંક
કિયારા અને સિદ્ધાર્થના લગ્નની થીમ પિંક છે. સિદ્ધાર્થના લગ્ન માટે દિલ્હીથી ખાસ બેન્ડ મંગાવવામાં આવ્યું છે. જે પિંક આઉટફિટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આજે બપોર પછી યોજાનાર સમારંભ પહેલા કેટલાક લોકો ઢોલ વગાડતા અને પાઘડી બાંધતા જોવા મળ્યા હતા.
ટૂંક સમયમાં શરૂ થશે કિયારા સાથે સિદ્ધાર્થના લગ્ન
બપોરે 3 વાગ્યાથી લગ્નવિધિ શરૂ થશે. તેઓ બાવડી નામના સ્થળે ફેરા લેશે. જે હોટેલની મધ્યમાં છે અને હવાઈ દૃશ્ય છે. આ પછી તેઓ હોટલના પ્રાંગણમાં વરમાળા પહેરાવશે. વરમાળા અને ફેરા બાદ મહેમાનો રિસેપ્શનમાં હાજરી આપશે. લગ્ન પછીની પાર્ટી રાત્રે 8 વાગ્યાથી સેલિબ્રેટ લૉન ખાતે યોજાશે.
સિદ્ધાર્થ ઘોડી પર જાન લઈને લેવા જશે કિયારાને
સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા સાથે ફુલ ઓન પંજાબી સ્ટાઇલમાં લગ્ન કરવાનો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સંગીત સાથે ઘોડી પર સવાર થઈને વરઘોડો કાઢવા તૈયાર છે.
સિદ્ધાર્થના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
સિદ્ધાર્થ મલ્હોત્રા આજે કિયારા અડવાણી સાથે સાત ફેરા લેશે અને તે તેની દુલ્હન સાથે સંપૂર્ણ દેશી શૈલીમાં લગ્ન કરવા તૈયાર છે. સિદ્ધાર્થ મલ્હોત્રા પૂર્ણ ધામધૂમથી કિયારા અડવાણી સાથે લગ્ન કરશે.
આ પણ વાંચો: Sidharth Kiara Haldi Ceremony: સિદ્ધાર્થ-કિયારાની હલ્દી સેરેમનીનો પ્રથમ વીડિયો આવ્યો સામે, જુઓ સૂર્યગઢ પેલેસનો સુંદર નજારો
Sidharth Kiara Haldi Ceremony: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં માત્ર થોડા જ કલાકો બાકી છે અને કપલ એકબીજા સાથે સાત ફેરા લેવા તૈયાર છે. સિદ્ધાર્થ અને કિયારા અડવાણીની હલ્દી સેરેમની થવાની છે. હલ્દી સમારોહની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે. સિડ- કિયારાની હલ્દીની વિધિ પહેલા સૂર્યગઢ પેલેસની અંદરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હલ્દીની વિધિની તૈયારીઓ જોઈ શકાય છે. જેમાં પીળા કલરની થીમ સાથે સમગ્ર વિસ્તારનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.
સિદ્ધાર્થ-કિયારાની હલ્દી સેરેમનીનો પ્રથમ વીડિયો આવ્યો સામે
અગાઉ એવું કહેવામાં આવતું હતું કે બંનેના લગ્ન અને રિસેપ્શન 7 ફેબ્રુઆરીએ થશે. જો કે, હવે અહેવાલો આવી રહ્યા છે કે 12 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી માટે બોલિવૂડ સ્ટાઇલનું મુંબઈ રિસેપ્શન હશે. ગત સાંજે સંગીત સમારોહ ઉપરાંત સોમવારે યોજાનારી કિયારા અડવાણીની ચૂડા વિધિ કરવામાં આવી હતી. એક અહેવાલમાં જણાવાયું છે કે સમારંભમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
ધામધૂમથી યોજાઇ મહેંદી સેરેમની
સોમવારે મહેંદી સેરેમની બોલીવુડની હસ્તીઓની હાજરીમાં થઈ હતી. ખાસ કરીને કરણ જોહર, જુહી ચાવલા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત. મહેંદી સેરેમની દરમિયાન સિદ્ધાર્થ અને કિયારા બંનેએ ડાન્સ ફ્લોર પર આગ લગાવી દીધી હતી. સમારોહની શરૂઆત સૂર્યગઢ હોટલ લેકસાઈડથી થઈ હતી. તળાવ પાસેના સનસેટ પેશિયો ગાર્ડનમાં મહેમાનો બેઠા હતા. પહેલા કિયારાના હાથ પર મહેંદી લગાવવામાં આવી હતી અને પછી સિદ્ધાર્થના હાથમાં પણ મહેદીની રસમ કરવામાં આવી હતી.
કપલે મિત્રો અને પરિવારજનો સાથે કર્યો ડાન્સ
બાદમાં દુલ્હનની માતા જેનેવીવ, કાકી સુમિતા અને નાની વાલેરી સહિત બંને પરિવારની મહિલાઓએ પણ હાથ પર મહેંદી લગાવી હતી. જ્યારે ફંક્શન ચાલી રહ્યું હતું ત્યારે ડીજે ગણેશે મહેમાનોને જોરદાર ડાન્સ કર્યો હતો. આ પ્રસંગે સિદ્ધાર્થ અને કિયારા બંનેના પરિવારજનોએ પણ ખૂબ ડાન્સ કર્યો હતો.