મુંબઇઃ બિન્દાસ અંદાજ માટે જાણીતી થયેલી સિંગર નેહા કક્કડ આજકાલ પોતાના લગ્નને લઇને ખુબ ચર્ચામાં છે. તાજેતરમાંજ તેને રોહનપ્રીતની સાથે પોતાના રિલેશનશીપને ઓફિશિયલ કર્યુ છે, હવે તેના લગ્નને લઇને સમાચારો વહેતા થયા છે. સોશ્યલ મીડિયા પર નેહા અને રોહનપ્રીતના લગ્નનુ કાર્ડ વાયરલ થઇ રહ્યું છે, આ કાર્ડની તસવીરોને નેહા કક્કડના ફેન પેજે શેર કર્યુ છે.

આ કાર્ડ અનુસાર નેહા અને રોહનપ્રીત 26 ઓક્ટોબરે પંજાબમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે, જોકે હજુ સુધી નેહા કે રોહનપ્રીત તરફથી લગ્નને લઇને ઓફિશિયલી માહિતી કે વેડિંગ કાર્ડને શે કરવામાં આવ્યુ નથી. આવામાં આ કાર્ડની સચ્ચાઇ જાણવી મુશ્કેલ છે.



રિપોર્ટનુ માનીએ તો નેહા કક્કડના લગ્ન માટે તેના પરિવારજનો ઋષિકેશથી ગંગાજળ લઇને દિલ્હી પહોંચશે અને આ ગંગાજળથી પીઢી દરમિયાન નેહાને સ્નાન કરાવવામાં આવશે. આની સાથે જ કેદારનાથની પૂજા અર્ચના કરીને એક માળા મંગાવવામાં આવ છે, જે તેને થનારા પતિને ઉપહાર તરીકે આપવામાં આવશે.



નેહા કક્કડે ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ કરી છે, જેમાં તેની બે તસવીરોનો એક કોલાજ દેખાઇ રહ્યો છે. એક તસવીરમાં નેહા એકદમ બૉલ્ડ અને ગ્લેમરસ અવતારમાં છે, અને બીજી તસવીરમાં તેને લાલ રંગનો સૂટ પહેરેલો અને દુપટ્ટો માથામાં ઓઢેલો છે. વળી, આ બન્ને તસવીરોની ઉપર નેહાને ટેગ પણ કરવામાં આવી છે, બૉલ્ડ અંદાજ વાળી તસવીરમાં તેને Neha in Mayka અને સૂટ વાળી તસવીરમાં તેને લખ્યું છે- Neha in Sasural. જેવી નેહાએ પૉસ્ટ શેર કરી તો ઝડપથી વાયરલ થઇ ગઇ હતી.