બૉલીવુડ સિંગર નેહા કક્કડ આ સ્ટાર સાથે કરશે લગ્ન, જાણો કઇ તારીખે જોડાશે લગ્નગ્રંથીથી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Oct 2020 11:47 AM (IST)
સુત્રો અનુસાર બૉલીવુડની સુપર સ્ટાર સિંગર પોતાના લૉન્ગ ટાઇમ ફ્રેન્ડ રોહનપ્રીત સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાવવાની છે. રોહનપ્રીત મ્યૂઝિક રિયાલિટી શૉ ઇન્ડિયાઝ રાઇઝિંગ સ્ટારની બીજી સિઝનમાં ફર્સ્ટ રનર-અપ રહ્યો હતો
ફાઇલ તસવીર
મુંબઇઃ સ્ટાર સિંગર નેહા કક્કડ હવે જલ્દી લગ્નગ્રંથીથી જોડાઇ જશે. હંમેશા ચર્ચામાં રહેતી નેહા કક્કડના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી જાણવા મળ્યુ છે કે તે પ્રૉફેશનલ અને પર્સલન લાઇફને લઇને બહુ કેરિંગ છે, અને બહુ જ ટુંકસમયમાં તે પોતાના જીવનસાથી સાથે લગ્ન કરી શકે છે. સિંગર નેહા કક્કડે એક પૉસ્ટ શેર કરી છે, જેમાં તેને કંઇક એવુ શેર કર્યુ છે, તે પછી તેના ફેન્સ કયાસ લગાવી રહ્યાં છે કે નેહા જલ્દી હાથ પીળા કરવાની છે. સુત્રો અનુસાર બૉલીવુડની સુપર સ્ટાર સિંગર પોતાના લૉન્ગ ટાઇમ ફ્રેન્ડ રોહનપ્રીત સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાવવાની છે. રોહનપ્રીત મ્યૂઝિક રિયાલિટી શૉ ઇન્ડિયાઝ રાઇઝિંગ સ્ટારની બીજી સિઝનમાં ફર્સ્ટ રનર-અપ રહ્યો હતો. તાજેતરમાં રોહનપ્રીત ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે તે બિગ બૉસ 13 ફેમ શહનાઝ ગિલના શૉ મુઝસે શાદી કરોગેમાં દેખાયો હતો. સુ્ત્રો અનુસાર બન્ને આ મહિને 24 ઓક્ટોબરે લગ્ન કરવા જઇ રહ્યાં છે. નેહા કક્કડ ઇન્ડિયાઝ આઇડલના જજ તરીકે ફેમસ છે. આ ઉપરાંત નેહાએ મ્યૂઝિક લવર્સને આંખ મારે, કાલા ચશ્મા, ટુકુર ટુકુર, કર ગઇ ચૂલ, લંડન ઠુમકડા, ઓ સાકી સાકી જેવા કેટલાય હિટ ગીતો આપ્યા છે.
થોડાક સમય પહેલા જ રોહનપ્રીતે એક વીડિયો પૉસ્ટ કર્યો હતો, જેમાં બન્ને એકસાથે પૉઝ આપતા દેખાઇ રહ્યાં હતા, અને બેકગ્રાઉન્ડમાં ડાયમન્ડ ધ છલ્લા ગીત વાગી રહ્યું હતુ. વીડિયોમાં રોહન નેહાની આંગળી પર એક વીંટી પહેરાવતો દેખાઇ રહ્યો છે. સુત્રો અનુસાર નેહા કક્કડના લગ્ન દિલ્હીમાં આ મહિનાના અંતમાં થવાની સંભાવના છે.