મુંબઇઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત બૉલીવુડમાં ટેલેન્ટેડ એક્ટરોમાંનો એક હતો, આ વાતની સાક્ષી એક વીડિયો પુરી શકાય છે. સુશાંત એક સમયે બે હાથે લખી શકતો હતો. બન્ને હાથથી લખતો હોય એવો સુશાંતનો એક વીડિયો તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ મંગળવારે પૉસ્ટ કર્યો છે.

સુશાંતનો ટેલેન્ટ વીડિયો શેર કરતા બહેન શ્વેતા સિંહ કીર્તિએ કેપ્શનમાં લખ્યું- દુર્લભ પ્રતિભા.... મિરર-રાઇટિંગ, દુનિયાની એક ટકાથી પણ ઓછી વસ્તી આવુ કરવામાં સક્ષમ છે.



જોકે, એક ઉંચા એન્ગલથી શૂટ કરેલા આ વીડિયોમાં સુશાંતનો ચહેરો નથી દેખાતો, આ વીડિયોને જોઇને દિવંગત અભિનેતાના ફેન્સ આશ્ચર્યચકિત છે. એક યૂઝરે કૉમેન્ટ કરી, તે એકદમ પ્રભાવશાળી હતો, કાશ તે પાછો આવી શકતો હોય. એક અન્ય યૂઝરે લખ્યું- તેના જેવા વધુ લોકોની જરૂર છે, આવી દુર્લભ ક્ષમતા, ખરેખર તે જીનીયસ હતો.



દિવંગત અભિનેતાની લાઇફ પર કેટલાક ફિલ્મમેકર ફિલ્મ બનાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે, ત્યારે સુશાંતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહે આ મામલે મોટુ નિવેદન આપ્યુ છે, તેમને કહ્યું કે, સુશાંતની લાઇફ પર તેના પિતાની સહમતિ વિના કોઇપણ ફિલ્મ, સીરિયલ કે પુસ્તક નથી લખી શકતુ. વિકાસ સિંહે કહ્યું કે, જો કોઇપણ તેમની સહમતિ વિના આ પ્રૉજેક્ટ પર કામ કરે છે, તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ બધાની વચ્ચે પ્રૉડ્યૂસર્સ એસોસિએશનને મળેલી એપ્લિકેશનમાં સુસાંત, સુશાંત સિંહ રાજપૂત, અને સુશાંત રાજપૂતઃ બાયોગ્રાફી જેવા ટાઇટલ સામેલ છે. કેટલાક ફિલ્મ એસોસિએશને સુશાંતના નામ પર જ ટાઇટલ આપવા માટે એપ્લિકેશન કરી છે.

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનને પોતાના મુંબઇ સ્થિત બ્રાંદ્રાવાળા ઘરે આત્મહત્યા કરી લીધી હતી, બાદમાં આ કેસની તપાસ મુંબઇ પોલીસે ચલાવી પરંતુ સુશાંતના પિતાએ પટનામાં એફઆઇઆર દાખલ કરતા વિવાદ થયો અને અંતે સુપ્રીમ કોર્ટે આ કેસને સીબીઆઇને સોંપી દીધો હતો.