આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર ઘણા સ્ટાર્સે યોગ કરતી તસવીરો શેર કરી હતી. મલાઈકા અરોરા, શિલ્પા શેટ્ટી, પરિણીતી ચોપરા સહિત ઘણી અભિનેત્રીઓએ યોગ કર્યા હતા અને યોગના ફોટો શેર કર્યા હતા. આ ક્રમમાં અભિનેત્રી સોનાલી સહગલે પણ પોતાની ઝલક દેખાડી છે. બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલે સોશિયલ મીડિયા પર યોગ કરતો વીડિયો શેર કર્યો છે. જેમા અભિનેત્રી યોગા કરતી જોવા મળી રહી છે. 



સોનાલી સોશિયલ મીડિયામાં  ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી.  સોનાલી  પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં રહે  છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરતી રહે  છે. સોનાલી ફિટ રહેવા માટે યોગા અને  જિમમાં વર્કઆઉટ કરે છે. 



 
'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સહેગલ  તેના  ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે.  સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી. 'પ્યાર કા પંચનામા'થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી 'પ્યાર કા પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'હાઈજેક', 'વેડિંગ પુલાઓ' અને 'જય મમ્મી દી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. સોનાલી બોલિવૂડમાં તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. સોનાલી સહગલ છેલ્લે ફિલ્મ 'જય મમ્મી દી'માં જોવા મળી હતી.


બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે સુપરહિટ ફિલ્મોની સાથે પોતાની ટોન બોડીથી ચાહકોને દિવાના બનાવે છે. આ સ્ટાર્સ પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. ઘણા સેલેબ્સ જિમમાં કલાકો સુધી પરસેવો પાડે છે, જ્યારે ઘણા યોગનો આશરો લઈને પોતાને ફિટ રાખે છે અને અન્ય લોકોને પ્રેરણા આપે છે. સેલેબ્સ તેમના યોગ સેશનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. શિલ્પા શેટ્ટીથી લઈને મલાઈકા અરોરા સુધીની આ અભિનેત્રી 40 વર્ષની ઉંમરે પણ યોગા કરવાનું પસંદ કરે છે અને પોતાની ફિટનેસથી હાલની હિરોઈનને માત આપે છે.