Sonam Kapoor News: બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુઝાના દિલ્હીમાં આવેલા ઘરમાંથી કરોડો રૂપિયાની ચોરીની ઘટના બની છે. મળતી જાણકારી અનાર, સોનમના નવી દિલ્હીના ઘરમાંથી ચોરોએ 1.41 કરોડ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. દિલ્હીના અમૃતા શેરગિલ માર્ગ પર આવેલા આ ઘરમાં સોનમના સસરા હરીશ આહુજા, સાસુ પ્રિયા આહુજા અને આનંદની દાદી સરલા આહુજા રહે છે.
આ મામલે સોનમની સાસુએ તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર મામલે તેના સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. આ કેસ હાઈ પ્રોફાઈલ હોવાના કારણે દિલ્હી પોલીસે પણ ચોરોને પકડવા માટે એક ટીમ બનાવી છે. હાલમાં દિલ્હી પોલીસ સોનમના ઘરના 25 કર્મચારીઓ, 9 કેરટેકર, ડ્રાઈવર, માળી અને અન્ય કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે.
મેનેજર તુગલક રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યા
સોનમની સાસુ સરલા આહુઝા અને મેનેજર રિતેશ ગૌરા 23 ફેબ્રુઆરીએ ચોરીની ફરિયાદ કરવા તુગલક રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ ફરિયાદમાં સરલા આહુઝાએ જણાવ્યું હતું કે રૂમના કબાટમાંથી 1.40 કરોડ રૂપિયાના દાગીના અને રૂપિયા 1 લાખની રોકડની ચોરી થઈ છે. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલા કબાટમાં દાગીના હતા પરંતુ 11 ફેબ્રુઆરીએ જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે દાગીના અને રોકડ ગાયબ હતા.
પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. ચોરીની ઘટના ઘણા સમય અગાઉની છે પરંતુ હાલમાં કેસની વિગતો બહાર આવી રહી છે. પોલીસનું માનવું છે કે તે જલદી ચોરોને ઝડપી લેશે. નોંધનીય છે કે સોનમ અને આનંદ દિલ્હીમાં નહીં પણ મુંબઈમાં રહે છે પરંતુ સમય મળે ત્યારે મુંબઇ પરિવારના સભ્યોને મળવા જાય છે.
આ પણ વાંચોઃ
હાર્દિક પંડ્યાની પત્ની Natasa Stankovicએ સ્વિમસૂટ પહેરીને પૂલમાં બતાવ્યો હૉટ અવતાર, વીડિયો વાયરલ
Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ
ગુજરાતમાં કઈ જગ્યાએ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, એક સાથે 92 આગેવાનોએ આપી રાજીનામાની ચીમકી
PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો