Sonam Kapoor Son Naming Ceremony: સોનમ કપૂર (Sonam Kapoor)અને આનંદ આહુજા(Anand Ahuja)ના પુત્રના નામકરણની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી. આજે એટલે કે 20 સપ્ટેમ્બરે સોનમે તેના બાળકના નામ સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે પતિ આનંદ આહુજા અને પુત્ર સાથે જોવા મળી રહી છે. સોનમ કપૂરે આ ફોટા સાથે તેના પુત્રનું નામ(Sonam Kapoor Son Name) પણ જાહેર કર્યું અને ચાહકો સાથે દિકરાની એક ઝલક પણ શેર કરી.
સોનમ કપૂરે પુત્રનું નામ જાહેર કર્યું:
સોનમ કપૂરે પોતાના પુત્રનું નામ વાયુ કપૂર આહુજા(Vayu Kapoor Ahuja) રાખ્યું છે. નામની સાથે સોનમ કપૂરે કેપ્શનમાં પણ લખ્યું છે કે, 'વાયુ એ હિંદુ શાસ્ત્રોના પાંચ તત્વોમાંથી એક છે. હનુમાન ભીમ અને માધવના આધ્યાત્મિક પિતા છે અને તે પવનના અવિશ્વસનીય રુપથી શક્તિશાળી સ્વામી છે. આ અર્થો સાથે, સોનમ કપૂરે તેના પુત્ર વાયુનું નામ જાહેર કર્યું છે. તાજેતરના ફોટામાં, સોનમ કપૂર અને આનંદ આહુજા તેમના પુત્ર પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ફોટોમાં ત્રણેય યલ્લો ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.
સોનમ કપૂરના પુત્રની નામકરણ વિધિઃ
આ ફોટોમાં સોનમ કપૂરના ચહેરા પરનું સ્મિત અને તેની સુંદરતા ચાહકોનું દિલ જીતી રહી છે. તમને જણાવી દઈએ કે સોનમ કપૂર બાળકના જન્મના પહેલા મહિનાની ઉજવણી તેના પુત્રના નામ સાથે કરી રહી છે. સોનમ કપૂરે 20 ઓગસ્ટના રોજ પુત્રને જન્મ આપ્યો હતો, તેની બહેન રિયા કપૂરે હોસ્પિટલમાંથી બાળકની કેટલીક તસવીરો શેર કરી હતી પરંતુ ચહેરો દેખાડવામાં આવ્યો નહોતો.
સોનમ કપૂરે આ ફોટામાં વાયુ કપૂર આહુજાની થોડી ઝલક દેખાડી હતી પરંતુ તેનો ચહેરો હજુ પણ ચાહકોને દેખાડવામાં આવ્યો નથી. આ દિવસોમાં અભિનેત્રી તેના પિતા અનિલ કપૂરના ઘરે છે જ્યાં આ નામકરણ સમારોહ યોજાયો હતો. અનિલ કપૂર પણ દાદા બનવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, જેની પોસ્ટ તેણે અગાઉ શેર કરી છે.