મુંબઇઃ બૉલીવુડ એક્ટર સોનુ સૂદ છેલ્લા કેટલાય દિવસોથી એટલે કે લૉકડાઉનમાં પ્રવાસી મજૂરોને પોતાના વતન વાપસી કરાવવા માટે કામ કરી રહ્યાં છે. તેમના આ નેક કામને લઇને સોશ્યલ મીડિયા પર તેની વાહવાહી થઇ રહી છે અને લોકો તેમને મજૂરોના મસીહા પણ ગણાવી રહ્યાં છે. જોકે, લોકોની મદદ કરતા કરતા હવે અભિનેતા રિલેશનશીપ ગુરુ પણ બની ગયા છે.

ખરેખર, એક કપલ જે તલાક લેવાનુ હતુ, તેમને અભિનેતા સોનુ સૂદ પાસે મદદ માંગી, એક્ટરે હંમેશાની જેમ બહુજ પ્રેમથી ગ્રેટ રિસ્પૉન્સ આપ્યો હતો.

ટ્વીટર પર એક યૂઝરે સોનુ સૂદને ટેગ કર્યો અને લખ્યું- સોનુ સૂદ, ડિયર સર હું આસામના ગુવાહાટીમાં રહુ છુ અને હરિયાણાના રેવાડીમાં પોતાના ટાઉનમાં જવા ઇચ્છુ છું. લૉકડાઉન બાદ કેટલીય સમસ્યાઓમાં પસાર થઇ રહ્યો છું. અહીં સુધી કે પત્ની સાથે લડાઇ પણ થઇ રહી છે, અને અમે બન્નેએ તલાક લેવાનો નિર્ણય કર્યો છે. પ્લીઝ મેનેજ કરો અને મને ગુવાહાટીથી દિલ્હી મોકલો, હુ જીવનભર તમારો આભારી રહીશ.



સોનુ સૂદએ આ ટ્વીટનો રિપ્લાય આપ્યો છે, તેને લખ્યું છે.... પ્લીઝ, લડાઇ ના કરો, આ કઠીન પરિસ્થિતિઓને અનમોલ બંધનને પ્રભાવિત કર્યુ છે. હું વચન આપુ છુ કે તમે બન્નેને ડીનર માટે બહાર લઇને જઇશ અને વીડિયો કૉલ મારફતે તમારી સાથે વાત કરીશ. બસ, ત્યાં સુધી તમે બન્ને સાથે રહેવાનો વાયદો કરો. ઉલ્લેખનીય છે કે, લૉકડાઉનના સમયમાં સોનુ સૂદ ગરીબો અને મજૂરોનો મસીહા બની ચૂક્યો છે.