મુંબઇઃ બૉલીવુડ એક્ટર સોનુ સૂદ ફરી એકવાર કોરોના કાળમાં મજૂરોની મદદે આવ્યો છે, સોનુ સૂદે પોતાના ખર્ચે પ્રવાસી મજૂરોને પોતાના વતન જવા માટે બસોની વ્યવસ્થા કરી આપી છે, એબીપી સાથે વાત કરતા એક્ટરે માહિતી આપી હતી.

ખાસ વાત છે કે સોનુ સૂદ આ પહેલા પણ મુંબઇના જુહુ સ્થિત પોતાની છ માળની હૉટલ શિવસાગરને ડૉક્ટરો, નર્સો તથા અન્ય સ્વાસ્થ્ય કર્મીઓને સેવા માટે ઉપલબ્ધ કરાવી ચૂક્યો છે.

અભિનેતા સોનુ સૂદે મુંબઇમાંથી પ્રવાસી મજૂરોથી ભરેલી 10 બસોને કર્ણાટકના ગુલબર્ગા વિસ્તાર માટે રવાના કરી. એક્ટરે 10 બસોમાં મોકલેલા 350 મજૂરોનો ખર્ચ ખુદ ઉઠાવ્યો છે, પ્રત્યેક બસના સોનુ સૂદે 80 હજાર લેખે કુલ 8 લાખ રૂપિયાની રકમ ચૂકવી છે. આ ઉપરાંત પ્રવાસી મજૂરોને વતન સુધી પહોંચે ત્યાં સુધી ખાવા-પીવાનો ખર્ચ પણ એક્ટરે પોતાના માથે લીધો હતો.



બસો નીકળ્યા બાદ એક્ટર સોનુ સૂદે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરતાં કહ્યું- આ પ્રવાસીઓને બસોમાં મોકલવા માટે જરૂરિ પરમિશન માટે મેં કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી.

સોનુ સૂદ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું પ્રવાસી મજૂરો પોતાના નાના-બાળકો સાથે હજારો કિલોમીટરની યાત્રા કરી રહ્યાં હતા, આ મને દેખી ન હતુ શકાતુ.

સોનુ સૂદે કહ્યું કે હવે તે અહીં ફસાયેલા ઝારખંડ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશના મજૂરોને તેમના વતન મોકલવા માટે કોશિશ કરશે. ઉલ્લેખનીય છે કે, લૉકડાઉનના કારણે હજારો પ્રવાસી મજૂરો પગપાળા પોતાના વતન તરફ જવા નીકળ્યા છે.