Sonu Sood School In Bihar: બોલિવૂડનો સુપર સ્ટાર અને કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોના મસીહા સોનુ સૂદ ફરી એકવાર પોતાની ઉદારતાના કારણે ચર્ચામાં છે. સોનુ બહુ જલ્દી બિહારના બાળકો માટે સ્કૂલ ખોલવા જઈ રહ્યો છે. જેમને ગરીબીને કારણે ભણવાની તક મળી ન હતી. આ માટે અભિનેતા તાજેતરમાં કટિહારના એક એન્જિનિયરને મળ્યો હતો. જેમણે નોકરી છોડીને અનાથ બાળકો માટે શાળા ખોલી છે. જેના માટે અભિનેતા બિલ્ડીંગ બનાવી આપશે.






સોનુ ગરીબ બાળકો માટે શાળા બનાવશે


સોનુએ આ વર્ષે ફેબ્રુઆરીમાં 27 વર્ષીય એન્જિનિયર બિરેન્દ્ર કુમાર મહતો વિશે સાંભળ્યું હતું. જેમણે નોકરી છોડીને અનાથ બાળકો માટે શાળા ખોલી અને તેનું નામ સોનુ સૂદના નામ પર રાખ્યું. આ શાળામાં બિરેન્દ્ર 110 બાળકોને મફત શિક્ષણ અને ભોજન આપે છે. બીજી તરફ સોનુ સૂદ બિરેન્દ્રને મળ્યો અને શાળાના નવા મકાનનું કામ શરૂ કરાવ્યું. જેથી તમામ બાળકોને વહેલી તકે ઘર અને ભોજન આપી શકે.


સોનુ દસ હજાર બાળકોને શિક્ષણ આપી રહ્યો છે


આ દરમિયાન સોનુએ કહ્યું, "શિક્ષણની પહોંચ વધારવી એ ગરીબીનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અમારો ઉદ્દેશ્ય આ બાળકોને શિક્ષિત કરવાનો છે જેથી તેઓને નોકરીની વધુ સારી તકો મળે. તમને જણાવી દઈએ કે સોનુ સૂદ લગભગ દસ વર્ષથી સમગ્ર દેશમાં આશરે દસ હજાર વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે.






આ ફિલ્મમાં સોનુ જોવા મળશે


જણાવી દઈએ કે સોનુ સૂદ કોરોના કાળ દરમિયાન ગરીબ લોકોના મસીહા બનીને આગળ આવ્યો હતો. જેઓ હજારો લોકોને તેમના ઘરે લઈ ગયા હતા. જે બાદ અભિનેતાને દેશના દરેક ખૂણેથી અપાર પ્રેમ મળી રહ્યો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનુ સૂદ ટૂંક સમયમાં જ ફિલ્મ 'ફતેહ'માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે જેકલીન ફર્નાન્ડિસ પણ હશે.